Karnataka Election 2023 Live: કર્ણાટકમાં 224 બેઠકો પર જબરદસ્ત રસાકસી, અત્યાર સુધીમાં 20.99% મતદાન
Karnataka Assembly Election 2023 Live Updates: કર્ણાટકમાં ઘણા દિવસોના પ્રચાર પછી આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલુ છે. આ માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણી બાદ 13 મેના રોજ મતગણતરી થશે, ત્યારપછી જ ખબર પડશે કે કર્ણાટકમાં કોની સરકાર બનવા જઈ રહી છે.
Trending Photos
Karnataka Assembly Election 2023 Live Updates: કર્ણાટકમાં ઘણા દિવસોના પ્રચાર પછી આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલુ છે. આ માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણી બાદ 13 મેના રોજ મતગણતરી થશે, ત્યારપછી જ ખબર પડશે કે કર્ણાટકમાં કોની સરકાર બનવા જઈ રહી છે. આ ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સીએમ બસવરાજ બોમાઈએ સત્તાધારી ભાજપની તરફેણમાં છેવટ સુધી પ્રચાર કર્યો હતો. સાથે જ કોંગ્રેસ અને જેડીએસે પણ ચૂંટણી પ્રચારમાં પૂરી તાકાત લગાવી દીધી હતી. રાજ્યમાં 5.3 કરોડથી વધુ મતદારો છે. જેમાંથી 11.71 લાખ મતદારો પહેલીવાર મતદાન કરશે. રાજ્યની તમામ 224 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં 2.66 કરોડ પુરુષ અને 2.63 કરોડ મહિલાઓ છે. જ્યારે 5.71 લાખથી વધુ દિવ્યાંગ મતદારો છે. 80 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના 12.15 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ ક રશે. 16000થી વધુ મતદારો 100 વર્ષથી વધુ ઉમરના છે.
12:38 PM
કર્ણાટકમાં 20.99 ટકા મતદાન
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. 11 વાગ્યા સુધી 20.99 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.
બપોરે 12:14
'કોંગ્રેસ જીતશે કારણ કે લોકોને વિકાસની સરકાર જોઈએ છે'
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કલબુર્ગીમાં કહ્યું, 'લોકો આ સરકાર બદલવા માંગે છે. તેઓ એવી સરકાર ઈચ્છે છે જે ભ્રષ્ટાચાર દૂર કરે અને વિકાસ લાવે, તેથી લોકો ઈચ્છે છે કે કોંગ્રેસ પાર્ટી આવે. કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ બહુમતી સાથે 130-135 બેઠકો જીતશે.
બપોરે 12:05
નિષ્પક્ષ ચૂંટણી માત્ર કાગળ પર - કુમારસ્વામી
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ રામનગરમાં પોતાનો મત આપ્યો. તેમણે કહ્યું, 'તેમણે (ભાજપ) દરેક મતવિસ્તારમાં કેટલી રકમનું રોકાણ કર્યું છે? દરેક વ્યક્તિ આ બધી બાબતો જાણે છે. માત્ર ભાજપ જ નહીં, હું દરેક પક્ષને દોષી ઠેરવીશ, જ્યારે પણ આપણે નિષ્પક્ષ ચૂંટણીની વાત કરીએ છીએ, પરંતુ તેની જાહેરાત માત્ર કાગળ પર જ થાય છે, જમીની વાસ્તવિકતા જુદી છે.
શેટ્ટરે કહ્યું- લોકોમાં ભાજપ વિરુદ્ધ નારાજગી છે
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે મતદાન ચાલી રહ્યું છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા જગદીશ શેટ્ટરે પોતાનો મત આપ્યો છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'લોકોમાં ભાજપ વિરુદ્ધ ગુસ્સો છે. મેં હંમેશા આ વિસ્તારના લોકો માટે કામ કર્યું છે... મેં ઘણી વખત કહ્યું છે કે જો કોઈ સંસ્થા બંધારણની વિરુદ્ધ હોય તો કેન્દ્ર સરકાર તેના પર પ્રતિબંધ લગાવી શકે છે, આ સત્તા રાજ્ય સરકાર પાસે નથી.
10:28 AM
પ્રથમ બે કલાકમાં 8.26 ટકા મતદાન
બુધવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાનના પ્રથમ બે કલાકમાં 8.26 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, સૌથી વધુ 13.28 ટકા મતદાન દરિયાકાંઠાના ઉડુપી જિલ્લામાં નોંધાયું હતું જ્યારે સૌથી ઓછું 5.75 ટકા ચમરાજનગર જિલ્લામાં સવારે 9 વાગ્યા સુધી નોંધાયું હતું. કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.
કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ હાવેરી જિલ્લાના શિગગાંવમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો. મતદાન કર્યા પછી, બોમાઈએ મતદારોને અપીલ કરી કે તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને "કર્ણાટકનું ભવિષ્ય લખવામાં" યોગદાન આપે. તેમણે કહ્યું કે આ વખતે ચૂંટણી એક તરફ વિકાસ અને બીજી તરફ ખોટા આરોપો વચ્ચે છે.
10:13 AM
'કોંગ્રેસના નેતાઓ જામીન પર બહાર છે અને તેઓ ભ્રષ્ટાચારની વાત કરે છે'
કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ શિગગાંવમાં કહ્યું, 'હું લોકોને લોકશાહીની જીત અને રાજ્યના ભવિષ્ય માટે મત આપવા અપીલ કરીશ. મને વિશ્વાસ છે કે અમે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવીશું. કોંગ્રેસ ભ્રષ્ટાચારની વાત કરે છે પરંતુ તેમનો પોતાનો ટ્રેક રેકોર્ડ ઘણો ખરાબ છે. તેના ઘણા લોકો જામીન પર બહાર છે.
10:12 AM
'કોંગ્રેસને 141 બેઠકો મળશે'
કર્ણાટક કોંગ્રેસના વડા ડી.કે. શિવકુમારે રામનગરમાં કહ્યું, 'છેલ્લી વખતે મોદીજીએ તમામ મતદાતાઓને કહ્યું હતું કે મતદાન કરતાં પહેલાં તમે તમારો ગેસ સિલિન્ડર જુઓ, નમસ્કાર કરો અને પછી જાઓ. આ વખતે હું એમ પણ કહીશ કે આપણા વડાપ્રધાનની વિનંતી અને સલાહ મુજબ ગેસ સિલિન્ડરની કિંમત જોઈને જ મત આપજો.
તેમણે કહ્યું, 'આજે મતદારો પાસે મોટી તક છે અને તેઓ પરિવર્તન માટે મત આપશે. તેઓ પ્રગતિશીલ, વૈશ્વિક અને વિકસિત કર્ણાટક માટે મત આપશે. મને ખાતરી છે કે તેઓ પરિવર્તન માટે મત આપશે અને કોંગ્રેસને 141 બેઠકો આપશે.
શિવકુમારે કહ્યું, 'નિર્મલા સીતારમણ આ રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે, પહેલાં તેમને રાજ્યની મદદ કરવા દો. તેણીએ એક વખત પણ રાજ્યને મદદ કરી નથી અને તેમના કાર્યકાળ દરમિયાન દરેક જણ ભૂખમરીમાં જીવી રહ્યાં છે, મને લાગે છે કે તે અત્યાર સુધીના સૌથી ખરાબ નાણાં પ્રધાન છે.
યેદિયુરપ્પાએ પરિવાર સાથે કરી પૂજા
કર્ણાટકના પૂર્વ સીએમ અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ મતદાન શરૂ થતા પહેલા પોતાના પરિવાર સાથે શિકારપુરના શ્રી હુચ્ચરાય સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી.
#WATCH | #KarnatakaElections | Former Karnataka CM and senior BJP leader BS Yediyurappa visits and offers prayers at Raghavendra Swamy Mutt in Shikaripura, along with his family.
His son, BY Vijayendra is contesting from the Assembly constituency. pic.twitter.com/wy1LFoBA88
— ANI (@ANI) May 10, 2023
લોકતંત્રના તહેવારને સમૃદ્ધ બનાવો-પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી કે કર્ણાટકના લોકો, ખાસ કરીને યુવાઓ અને પહેલીવાર મતદાન કરનારા મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકતંત્રના તહેવારને સમૃદ્ધ બનાવે.
Urging the people of Karnataka, particularly young and first time voters to vote in large numbers and enrich the festival of democracy.
— Narendra Modi (@narendramodi) May 10, 2023
સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું
સવારે 7 વાગ્યાથી કર્ણાટકની 224 બેઠકો માટે મતદાન શરૂ થયું. 224 બેઠકોમાં કર્ણાટકમાં એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. 13મી મેના રોજ મતગણતરી થશે.
કર્ણાટકની 10 બેઠકો હોટસીટ
કર્ણાટકની 10 બેઠકો વિશે પણ જાણવા જેવું છે જેના પર બધાની નજર છે. જેમાંની એક છે શિગ્ગાંવ. આ સૌથી હાઈ પ્રોફાઈલ સીટ છે. અહીંથી મુખ્યમંત્રી બોમ્મઈ ચૂંટણી મેદાનમાં છે. તેમના વિરુદ્ધ કોંગ્રેસના યાસિર અહેમદ પઠાણને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે જેડીએસએ શશિધર ચન્નબસપ્પા યલીગરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
બોમ્મઈ 2008થી અહીં અજેય છે. સતત 3 વાર વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યા છે.
બીજી સીટ કનકપુરા છે. અહીં હજુ સુધી ભાજપનું ખાતું ખુલ્યું નથી. કર્ણાટકના અધ્યક્ષ ડી કે શિવકુમાર અહીંથી મેદાનમાં છે. ભાજપ તરફથી મંત્રી આર અશોક ચૂંટણી મેદાનમાં છે. ત્રીજી સીટ ચન્નાપટ્ટન છે. જ્યાંથી જેડીએસ ચીફ એચડી કુમારસ્વામી પોતે મેદાનમાં છે. ભાજપના સીપી યોગેશ્વર અને કોંગ્રેસના ગંગાધર એસને ટિકિટ અપાઈ છે. ચોથી સીટ વરુણા બેઠક છે. જ્યાંથી કોંગ્રેસના નેતા અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયા ચૂંટણી લડી રહ્યા છે. તેમના વિરુદ્ધ ભાજપના મંત્રી વી સોમન્ના ચૂંટણી લડી રહ્યા છે.
પાંચમી બેઠક હોલેનરસીપુર છે. જે દેવગૌડા પરિવારનો ગઢ છે. અહીંથી જેડીએસના પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાના મોટા પુત્ર એચડી રવન્ના ચૂંટણી લડી રહ્યા છે. ગત વર્ષે પણ તેઓ આ બેઠક જીત્યા હતા. તેમના વિરુદધ ભાજપના દેવરાજે ગૌડા અને કોંગ્રેસના શ્રેયસ એમ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. છઠ્ઠી બેઠક સિરસી છે. જ્યાંથી ભાજપના નેતા અને કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી ચૂંટણી મેદાનમાં છે. તેમના વિરુદ્ધ કોંગ્રેસના ભીમન્ના નાઈક લડી રહ્યા છે. કાગેરી અહીંથી હેટ્રિ લગાવી ચૂક્યા ચે.
સાતમી સીટ હુબલી-ધારવાડ સેન્ટ્રલ છે. જ્યાંથી લિંગાયત નેતા જગદીશ શેટ્ટાર ભાજપ છોડીને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેઓ અંહીંથી છવાર વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યા છે. ભાજપે મહેશ તેંગિનાકોઈને ટિકિટ આપી છે. આઠમી સીટ શિકારપુર છે જ્યાંથી ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ યેદિયુરપ્પાના પુત્ર બીવાય વિજયેન્દ્ર ભાજપના ઉમેદવાર છે. 1983થી આ બેઠક યેદિયુરપ્પાનો ગઢ ગણાય છે.
નવમી સીટ ચિત્તપુર છે. જ્યાંથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગે ચૂંટણી લડી રહ્યા છે. તેમના વિરુદ્ધ ભાજના મણિકાંતા રાઠોડ છે. આ સીટ 2018માં પ્રિયાંક ખડગેએ જીતી હતી. દસમી સીટ અથણી છે. જ્યાંથી પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવદી કોંગ્રેસના ઉમેદવાર છે. અત્રે જણાવવાનું કે લક્ષ્મણ સાવદી હાલમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયા હતા.તેમના વિરુદ્ધ ભાજપે મહેશ કુમાથલ્લી અને જેડીએસએ શશિકાંત પદસાલગીને મેદાનમાં ઉતાર્યા છે.
મોટા ફેક્ટર
લિંગાયત અને વોક્કાલિગા ફેક્ટર- લિંગાયત સમુદાયનો પ્રભાવ 67 અને વોક્કાલિગની 48 બેઠકો પર છે.
82 બેઠકો પર દલિત મતદારોનો પ્રભાવ- આ 82 બેઠકોમાં દલિત વસ્તી લગભગ 23 ટકાથી વધુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે