BJP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા જેપી નડ્ડા, સર્વાનુમતે વરણી

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવા અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા (જેપી નડ્ડા) બની ગયા છે. સોમવારે ભાજપ સ્થિત મુખ્યાલયમાં જેપી નડ્ડા નિર્વિરોધ આ પદ માટે ચૂંટાયા હતા.

BJP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા જેપી નડ્ડા, સર્વાનુમતે વરણી

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવા અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા (જેપી નડ્ડા) બની ગયા છે. સોમવારે ભાજપ સ્થિત મુખ્યાલયમાં જેપી નડ્ડા નિર્વિરોધ આ પદ માટે ચૂંટાયા હતા. રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી અને પૂર્વ મંત્રી રાધામોહન સિંહે જેપી નડ્ડા ભાજપના અધ્યક્ષ બનવા અંગેની જાહેરાત કરી હતી. ભાજપમાં અધ્યક્ષ પદ કોઇપણ પ્રકારના મુકાબલા વિના ચૂંટવાની પરંપરા રહી છે. જેપી નડ્ડાનો કાર્યકાળ 2020 સુધી રહેશે. 

ભાજપનું સુકાન હવે પાર્ટીના વરિષ્ઠ નેતા જે પી નડ્ડાના હાથમાં આવ્યું છે. દેશમાં ભાજપને નવી ઉંચાઇએ લઇ જનાર અમિત શાહનો કાર્યકાળ પૂર્ણ થતાં એમના સ્થાને જે પી નડ્ડાને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપના નેતા જે પી નડ્ડા આજે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.

— BJP (@BJP4India) January 20, 2020

જેપી નડ્ડાએ અમિત શાહ (Amit Shah)ની જગ્યા લીધી છે. અમિત શાહ લગભગ સાડા પાંચ વર્ષ સુધી રહ્યા. અમિત શાહ સાડા પાંચ વર્ષ સુધીનો કાર્યકાળ ભાજપ માટે સુવર્ણ યુગ તરીકે યાદ કરવામાં આવશે. આ દરમિયાન પાર્ટીએ સફળતાના શિખર સર કર્યા. ભાજપે જ્યાં મોટાભાગની વિધાનસભાની ચૂંટણી જીતી તો બીજી તરફ 2019ની લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી. અમિત શાહના ગૃહમંત્રી બન્યા બાદ તેમણે ભાજપના અધ્યક્ષ પદની જવાબદારીમાંથી પોતાને મુક્ત કરી દીધા છે. 

દિલ્હી ચૂંટણી પહેલો પડકાર
નડ્ડા સામે શાહનો શાનદાર રેકોર્ડ મોટો છે ત્યાં દિલ્હી ચૂંટણી વધુ એક પડકાર બની રહેશે. અહીં નોંધનિય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની અગાઉ કારમી હાર થઇ હતી. પાર્ટીએ માત્ર ત્રણ જ બેઠકો જીતી હતી. 

ઉત્તરપ્રદેશમાં બતાવી હતી કમાલ
જે પી નડ્ડા વિદ્યાર્થી કાળથી જ રાજકારણમાં સક્રિય રહ્યા છે અને આરએસએસ સાથે પણ ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા. વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં નડ્ડા ઉત્તરપ્રદેશમાં ભાજપના પ્રભારી હતા. રાજકીય રીતે ઉત્તરપ્રદેશમાં એસપી અને બીએસપી મહાગઠબંધન સામે લડત આપવી એ ભાજપ માટે પડકારરૂપ હતું. જોકે નડ્ડાએ એ કામગીરી બખૂબી રીતે પાર પાડી હતી. 

પીએમ મોદીની પસંદ
અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદથી જ નવા અધ્યક્ષ પસંદ કરવાની કવાયત શરૂ થઇ ગઇ હતી. આ પદ માટે જેપી નડ્ડાને પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)ની પસંદ તરીકે જોવામાં આવે છે. 

જેપી નડ્ડા વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં સક્રિય રહ્યા છે આરએસએસથી સાથે પણ તેમનો નજીકનો સંબંધ રહ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના પ્રભારી હતા. રાજકીય રીતે મહત્વપૂર્ણ ઉત્તર પ્રદેશમાં ભાજપ સમક્ષ એસપી-બીએસપી મહાગઠબંધનને માત આપવાનો પડકાર હતો. માનવામાં આવી રહ્યું હતું કે આ ગઠબંધનના લીધે પાર્ટી 2019માં 2014વાળું પ્રદર્શન કરી શકશે નહી પરંતુ ભાજપે અહીંની 80 લોકસભા સીટોમાંથી 62 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news