JNUના વિદ્યાર્થીઓને કામચલાઉ રાહત, UGC ભરશે વધેલી ફી

મંત્રાલયના આ આગ્રહનો યૂજીસીએ સ્વીકાર કરી લીધો છે. મંત્રાલયના સચિવે કહ્યું કે, તેમણે શુક્રવારે અહીં મંત્રાલયમાં આવેલી જેએનયૂ છાત્રસંઘની અધ્યક્ષ આઇશી ઘોષ અને અન્ય છાત્રોને આ જાણકારી આપી છે. 
 

JNUના વિદ્યાર્થીઓને કામચલાઉ રાહત, UGC ભરશે વધેલી ફી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) સચિવ અમિત ખરેએ શુક્રવારે જેએનયૂના કુલપતિ અને વિદ્યાર્થી સંઘના નેતાઓની સાથે બે અલગ-અલગ બેઠક કરી હતી. બેઠકો દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે, હાલ જેએનયૂમાં વધેલી ફી વસૂલ કરવામાં આવશે. વધેલી ફીની ચુકવણી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) કરશે. એમએચઆરડીના સચિવ અમિત ખરેએ જણાવ્યું કે, વધેલી ફી સિવાય વિદ્યાર્થીઓ પાસે હાલ હોસ્ટેલના ચાર્જ લેવામાં આવશે નહીં. ખરેએ રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના ચેરમેન ડો. ડી.પી. સિંહ સાથે પણ મુલાકાત કરી અને વધારાની ફી તથા હોસ્ટેલ ચાર્જનો ભાર યૂજીસીને વહન કરવાનો તેમને આગ્રહ કર્યો છે. 

વિદ્યાર્થીઓને ક્લાસમાં પરત ફરવાનો આગ્રહ
મંત્રાલયના આ આગ્રહનો યૂજીસીએ સ્વીકાર કરી લીધો છે. મંત્રાલયના સચિવે કહ્યું કે, તેમણે શુક્રવારે અહીં મંત્રાલયમાં આવેલી જેએનયૂ છાત્રસંઘની અધ્યક્ષ આઇશી ઘોષ અને અન્ય છાત્રોને આ જાણકારી આપી છે. ખરેએ વિદ્યાર્થીઓને હડતાળ સમેટી પોતાના ક્લાસમાં પરત ફરવાનો આગ્રહ કર્યો છે. ઉલ્લેખનીય છે કે જેએનયૂના કુલપતિ એમ. જગદીશ કુમાર, જેએનયૂના રજીસ્ટ્રાર અને રેક્ટર ખરેને મળવા શુક્રવારે સવારે 11.30 કલાકે એમએચઆરડી પહોંચ્યા હતા. જેએનયૂ પ્રશાસને મંત્રાલયને જણાવ્યું કે, તેના તરફથી વિશ્વ વિદ્યાલયમાં સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ વિદ્યાર્થીઓ ફી વધારો પાછો ખેંચવાની માગ પર અડગ છે. 

હડતાળ પરત લેવા તૈયાર નથી વિદ્યાર્થીઓ
ખાસ કરીને વિદ્યાર્થી સંઘ ફી વધારો પરત ખેંચ્યા વિના પોતાની હડતાળ પૂરી કરવા રાજી નથી. બેઠક ઉપરાંત જેએનયૂના કુલપતિએ કહ્યું, 'વિશ્વ વિદ્યાલયમાં શાંતિ છે. હવે અમે શૈક્ષણિક ગતિવિધિઓ શરૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. જેએનયૂ પ્રશાસન પ્રત્યેક વિદ્યાર્થીની મદદ માટે હાજર છે અને હવે વિદ્યાર્થીઓએ પણ પોતાના સૌથી મોટા લક્ષ્ય (શિક્ષા) માટે આગળ આવવું જોઈએ.'

આગળ વધશે રજીસ્ટ્રેશનની તારીખ?
આ સાથે કુલપતિએ કહ્યું કે, જરૂરીયાત પડતા પર શિયાળુ સત્ર માટે રજીસ્ટ્રેશનની તારીખ આગળ વધારી શકાય છે. તેમણે જણાવ્યું કે, તેમણે યૂજીસી દ્વારા હાલ વધારાની ફી વહન કરવાની જાણકારી વિદ્યાર્થીઓને આપી છે. ત્યારબાદ બપોરે 3.30 કલાકે જેએનયૂ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઇશી ઘોષ અને અન્ય વિદ્યાર્થીઓ અમિત ખરે સાથે મુકાલાત કરવા એમએચઆરડી પહોંચ્યા હતા. 

મંત્રાલય તરફથી વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું કે, કોઈપણ વિદ્યાર્થી પર વધારાની ફીનો બોજ આવશે નહીં. હાલ વધારાની ફી યૂજીસી આપશે. પરંતુ વિદ્યાર્થીઓએ કહ્યું, 'હાલના સત્રમાં તો વધારાની ફી અને હોસ્ટેલ ચાર્જ યૂજીસી આપશે, પરંતુ ત્યારબાદ નવા સત્રથી ફરીથી ફી વધારો વિદ્યાર્થીઓ પર થોપવામાં આવશે. આઇશી ઘોષ સહિત છાત્રસંઘના અન્ય નેતાઓએ કહ્યું કે, સરકાર અને જેએનયૂ તંત્ર ફી વધારાનો નિર્ણય સંપૂર્ણ રીતે પરત લે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news