Jammu Kashmir માં રહેતા બિનકાશ્મીરી લોકો પણ હવે કરી શકશે મતદાન, ચૂંટણી પંચનો મોટો નિર્ણય

જમ્મુ કાશ્મીરમાં રહેતા બિનકાશ્મીરી લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચે બુધવારે મોટો નિર્ણય જાહેર કરતાં કહ્યું કે આ વર્ષે યોજાવાની વિધાનસભાની ચૂંટણીમાં બિનકાશ્મીરી લોકો પણ મતદાન કરી શકે છે. જોકે તેના માટે તેમણે મતદાર યાદીમાં પોતાનું નામ રજિસ્ટર કરાવવું પડશે.

Jammu Kashmir માં રહેતા બિનકાશ્મીરી લોકો પણ હવે કરી શકશે મતદાન, ચૂંટણી પંચનો મોટો નિર્ણય

નવી દિલ્લી: જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની સંભાવના છે... તેની પહેલાં ચૂંટણી પંચે મોટી જાહેરાત કરી છે... જમ્મુ કાશ્મીરના મુખ્ય ચૂંટણી કમિશનર હ્રદેશ કુમારે કહ્યું કે જે બિન કાશ્મીરી લોકો રાજ્યમાં વસવાટ કરે છે.. તે પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવીને મતદાન કરી શકે છે... તેના માટે તેમને સ્થાનિક રહેઠાણ પ્રમાણપત્રની જરૂર નથી... એટલું જ નહીં તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા માટે તહેનાત સુરક્ષા દળના જવાનો પણ પોતાનું નામ મતદાર યાદીમાં સામેલ કરાવી શકે છે...

હ્રદેશ કુમારે બુધવારે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં આ વખતે લગભગ 25 લાખ નવા મતદારોનું નામ મતદાર યાદીમાં સામેલ થવાની આશા છે... તેમણે જણાવ્યું કે કર્મચારી, વિદ્યાર્થી, મજૂર અને કોઈપણ બિનકાશ્મીરી લોકો કાશ્મીરમાં વસવાટ કરે છે... તે પોતાનું નામ મતદાર યાદીમાં સામેલ કરાવી શકે છે... તેમણે જણાવ્યું કે મતદાર યાદીમાં નામ સામેલ કરાવવા માટે સ્થાનિક નિવાસ પ્રમાણ પત્રની જરૂર નથી... તે સિવાય જમ્મુ કાશ્મીરમાં તહેનાત સેનાના જવાનો પણ મતદાર યાદીમાં નામ સામેલ કરાવીને મતદાન કરી શકે છે...

મોટાપાયે મતદારો વધવાની આશા:
હ્રદેશ કુમારે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 દૂર કર્યા પછી પહેલીવાર મતદાર યાદીમાં વિશેષ સંશોધન થઈ રહ્યું છે. એવામાં આશા છે કે આ વખતે મોટાપાયે ફેરફાર થશે. એટલું જ નહીં ત્રણ વર્ષમાં મોટી સંખ્યામાં યુવાઓ 18 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના થઈ ગયા છે.

જમ્મુ કાશ્મીરમાં અત્યારે 76 લાખ મતદારો:
તેમણે જણાવ્યું કે 15 સપ્ટેમ્બરથી મતદાર યાદીમાં નામ સામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તે 25 ઓક્ટોબર સુધી ચાલશે. જોકે 10 નવેમ્બર સુધી દાવા અને આપત્તિઓનો ઉકેલ કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં 18 વર્ષથી વધારે ઉંમરના લગભગ 98 લાખ લોકો છે. જ્યારે અંતિમ મતદાર યાદી પ્રમાણે મતદાન કરનારા મતદારોની સંખ્યા 76 લાખ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news