India Corona Cases Update: કોરોનાનો અજગરી ભરડો, 24 કલાકમાં 3.47 લાખથી વધુ નવા કેસ, મોતનો આંકડો પણ વધ્યો

દેશમાં કોરોનાની ત્રીજી લહેરમાં રોજેરોજ નવા કેસમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.

India Corona Cases Update: કોરોનાનો અજગરી ભરડો, 24 કલાકમાં 3.47 લાખથી વધુ નવા કેસ, મોતનો આંકડો પણ વધ્યો

નવી દિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેરમાં રોજેરોજ નવા કેસમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. આજે જાહેર થયેલા નવા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 3.47થી વધુ લાખ નવા કેસ નોંધાયા. જ્યારે એક જ દિવસમાં કોરોના સંક્રમણથી 703 દર્દીઓના મૃત્યુ થયા છે. 

નવા 3.47 લાખ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3,47,254 કેસ નોંધાયા છે. જે ગઈ કાલ કરતા 29,722 કેસ વધુ છે. હાલ દેશમાં 20,18,825 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,51,777 દર્દીઓ કોરોનાને પછડાટ આપીને રિકવર પણ થયા છે. દેશમાં કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને 17.94% થયો છે. જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 16.56 ટકા છે. 

Active case: 20,18,825
Daily positivity rate: 17.94%

9,692 total Omicron cases detected so far; an increase of 4.36% since yesterday pic.twitter.com/CqU32s5iva

— ANI (@ANI) January 21, 2022

મૃત્યુનો આંકડો પણ વધ્યો
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 703 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી થયેલા મૃત્યુનો કુલ આંકડો 4,88,396 પર પહોંચી ગયો છે. આ બધા વચ્ચે ઓમિક્રોનના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. ગઈ કાલ  કરતા 4.36% ના વધારા સાથે હવે દેશમાં ઓમિક્રોનના કેસ વધીને 9,692 પર પહોંચી ગયા છે. 

કોરોના રસીના 160.43 કરોડ ડોઝ અપાયા
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીને 160.43 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. જ્યારે ટેસ્ટની વાત કરીએ તો અત્યાર સુધીમાં 71.15 કરોડ કોરોના ટેસ્ટ થયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં થયેલા 19,35,912 ટેસ્ટ પણ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news