કાશ્મીર-સીએએને કારણે ભારતને ડેમોક્રેસી ઇન્ડેક્સમાં લાગ્યો ઝટકો, 10 સ્થાનનું થયું નુકસાન
ઇકોનોમિસ્ટે 2006માં ડેમોક્રેસી ઇન્ડેક્સ જાહેર કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી 13 વર્ષમાં આ ભારતનો સૌથી ઓછો ડેમોક્રેસી સ્કોર છે. 2014માં તે સૌથી વધુ 7.92 હતો.
Trending Photos
વોશિંગટન/નવી દિલ્હીઃ ભારત ડેમોક્રેસી ઇન્ડેક્સમાં 10 સ્થાન નીચે 51માં ક્રમ પર આવી ગયું છે. 2019માં ભારતનો ડેમોક્રેસી સ્કોર 6.9 રહ્યો, જે 13 વર્ષમાં સૌથી નિચલા સ્તર પર છે. ધ ઇકોનોમિસ્ટે મંગળવારે 165 દેશોની ડેમોક્રેસીનું લિસ્ટ જાહેર કર્યું હતું. આ રિપોર્ટ પ્રમાણે, કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી અને નાગરિકતા સંશોધન કાયદો લાગૂ કરવાને કારણે ભારતના ડેમોક્રેસી સ્કોરમાં ઘટાડો થયો છે.
5 પાસાઓના આધાર પર જાહેર કરવામાં આવે છે ડેમોક્રેસી ઇન્ડેક્સ
ધ ઇકોનોમિસ્ટે 2006માં ડેમોક્રેસી ઇન્ડેક્સ જાહેર કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી 13 વર્ષમાં આ ભારતનો સૌથી ઓછો ડેમોક્રેસી સ્કોર છે. 2014માં તે સૌથી વધુ 7.92 હતો. ડેમોક્રેસી ઇન્ડેક્સ ચૂંટણી પ્રક્રિયા અને અનેકતાની સ્થિતિ, સરકારની કાર્યપદ્ધતિ, રાજકીય ભાગીદાર, રાજકીય સંસ્કૃતિ અને સામાજીક સ્વતંત્રતા જેવા 5 પાસાઓના આધાર પર જાહેર કરવામાં આવે છે.
VIDEO: શ્રીનગરના લાલ ચોક પહોંચ્યા મોદીના મંત્રી, દિલ ખોલીને મળ્યા લોકો, ફુલ પણ આપ્યા
ભારત માટે ઉથલ-પાથલ ભર્યું રહ્યું વર્ષ 2019
રિપોર્ટ પ્રમાણે, આ તમામ પાસાના આધાર પર જોવામાં આવે તો 2019 ભારત માટે ખુબ ઉથલ-પાથલ ભરેલું રહ્યું છે. ભાજપ સરકારે કાશ્મીરથી કલમ 370 હટાવી દીધી. નાગરિકતા સંશોધન કાયદો લાગૂ કર્યો. સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી રાજકીય ટકરાવની સ્થિતિ પેદા થઈ છે. સીએએને દેશમાં ભેદભાવ યુક્ત કાયદાની દ્રષ્ટિએ જોવામાં આવ્યો. આ બધાની અસર 2019માં ભારતમાં સામાજીક સ્વતંત્રતા અને તેની લોકશાહી સ્થિતિ પર પડી છે.
ભારતના ડેમોક્રેસી સ્કોરમાં 13 વર્ષમાં કેટલો ઘટાડો
વર્ષ | ડેમોક્રેસી સ્કોર |
2006 | 7.68 |
2008 | 7.8 |
2010 | 7.28 |
2011 | 7.3 |
2012 | 7.52 |
2013 | 7.69 |
2014 | 7.92 |
2015 | 7.74 |
2016 | 7.81 |
2017 | 7.23 |
2018 | 7.23 |
2019 | 6.9 |
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે