આ પોસ્ટરે મુંબઈમાં છંછેડી દીધો વિવાદનો મધપુડો
હોર્ડિંગમાં છોટા રાજનના ઉપનામ નાના અને મૂળ નામ રાજેન્દ્ર સદાશિવ નિકાલજેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Trending Photos
મુંબઈ : મુંબઈ (Mumbai)ના ઉપનગર થાણે (Thane)માં ગેન્ગસ્ટર છોટા રાજન (Chhota Rajan)ના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. શહેરના કેટલાક ખાસ બસ સ્ટોપ અને મુખ્ય વિસ્તારોમાં બેનર લગાવીને તિહારમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા છોટા રાજનને જન્મદિવસની શુભેચ્છા આપવામાં આવી છે. આ હોર્ડિંગ્સને કારણે શહેરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હોર્ડિંગમાં છોટા રાજનના ઉપનામ નાના અને મૂળ નામ રાજેન્દ્ર સદાશિવ નિકાલજેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ વિવાદાસ્પદ હોર્ડિંગ્સમાં છોટા રાજનને આધારસ્તંભ ગણાવીને તેમને શુભેચ્છા આપવામાં આવી છે. સીઆર સામાજિક સંગઠન (મહારાષ્ટ્ર)ના થાણે અધ્યક્ષ પ્રકાશ ભાલચંદ્ર શેલટકર તરફથી લગાવવામાં આવેલા બેનર પર 13 તારીખ લખેલી છે અને છોટા રાજનને જન્મદિવસની શુભેચ્છા આપવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે બેનરમાં રાજનને શુભેચ્છા દેનારી વ્યક્તિ વિશે પોલીસને કોઈ જાણકારી નથી. હાલમાં તો શહેરમાં તલાવપાળી વિસ્તાર પાસે રંગાયતન સભાગૃહ પાસે, ઘોડબંદર રોડ પર તુલસી ધામ પાસે તેમજ કલવા નાકા જેવી જગ્યાઓ પર બેનર લગાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો ભારતના અન્ય મહત્વના સમાચાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે