નિર્ભયાના દોષીતોને અલગ અલગ ફાંસી આપવાની અરજી પર 23 માર્ચે સુનાવણી, શું ફરી ટળશે ફાંસી?


પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષીતોને 20 માર્ચે સવારે 5.30 કલાકે ફાંસી આપવા માટે ડેથ વોરંટ જારી કર્યું છે. 

નિર્ભયાના દોષીતોને અલગ અલગ ફાંસી આપવાની અરજી પર 23 માર્ચે સુનાવણી, શું ફરી ટળશે ફાંસી?

નવી દિલ્હીઃ નિર્ભયાના દોષીતોને અલગ અલગ ફાંસી આપવાની મંજૂરી માગનારી કેન્દ્ર સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી 23 માર્ચ સુધી ટાળી દીધી છે. સર્વોચ્ચ ન્યાયાલયમાં હવે આ મામલે 23 માર્ચે સુનાવણી થશે. આજે સુપ્રીમ કોર્ટે ચારેય દોષીતોને ફાંસી આપવાની પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા નક્કી 20 માર્ચની નવી તારીખને જોતા સુનાવણી 23 માર્ચ સુધી ટાળી દીધી છે. 

તેવામાં સવાલ છે કે શું ફરીવાર નિર્ભયાના દોષીતોની ફાંસી ટળશે?

— ANI (@ANI) March 5, 2020

પટિયાલા હાઉસ કોર્ટનું નવું ડેથ વોરંટ
અનેક ઉથલપાથલ બાદ હવે નિર્ભયાના દોષિતો માટે ફાઈનલ ડેથ વોરન્ટ બહાર પડી ગયું છે. જે મુજબ ચારેય દોષિતોને 20મી માર્ચે સવારે 5.30 વાગે ફાંસીના માંચડે લટકાવવામાં આવશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરન્ટ ઈશ્યું કર્યું છે. અત્રે જણાવવાનું કે દોષિતો પાસે બચવાના તમામ કાયદાકીય વિકલ્પો ખતમ થઈ ગયા છે. 

આ અગાઉ નિર્ભયા મામલે દોષિત પવન ગુપ્તાની દયા અરજીને રાષ્ટ્રપતિએ બુધવારે ફગાવી હતી. સુપ્રીમ કોર્ટમાંથી પવનની ક્યુરેટિવ અરજી સોમવારે જ નકારી કાઢવામાં આવી હતી. આ સાથે જ ચારેય દોષિતોની અપીલ, પુર્નવિચાર અરજી, ક્યુરેટિવ પિટિશન અને દયા અરજીના વિકલ્પો સમાપ્ત થઈ ચૂક્યા છે. એટલે કે હવે આ ચારેય દોષિતોના તમામ કાયદાકીય અધિકારોનો ઉપયોગ થઈ ગયો છે  અને હવે તેમની પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news