હંદવાડા: બહાદુરીનું ઉદાહરણ હતા કર્નલ આશુતોષ, વીરતા માટે બે વખત સન્માનિત કરવામાં આવ્યા
જમ્મૂ કાશ્મીર (Jammu-Kashmir) ના હંદવાડા (Handwara)માં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડમાં એક કર્નલ, એક મેજર, એક પોલીસ ઓફિસર સહિત 5 જવાન શહીદ થઇ ગયા છે.
Trending Photos
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર (Jammu-Kashmir) ના હંદવાડા (Handwara)માં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડમાં એક કર્નલ, એક મેજર, એક પોલીસ ઓફિસર સહિત 5 જવાન શહીદ થઇ ગયા છે. ગત ત્રન દિવસથી સુરક્ષાબળોના ચાલી રહેલા ઓપરેશનમાં બે આતંકવાદી ઠાર માર્યા છે. શહીદ થનારાઓમાંથી એક જમ્મૂ કાશ્મીર પોલીસનો અધિકારી પણ સામેલ છે. એક ઘરમાં સંતાયેલા આતંકવાદીઓથી સામાન્ય નાગરિકોને બચાવવાના પ્રયત્નમાં શહીદ થયા.
એન્કાઉન્ટરમાં શહીદ જવાનોમાં કર્નલ આશુતોષ શર્માનું નામ પણ સામેલ છે, જેમના નેતૃત્વમાં ભારતીય સુરક્ષાબળોએ આતંકવાદીઓ વિરૂદ્ધ ઘણા ઓપરેશનોને અંજામ આપ્યો છે અને તેમને પાઠ ભણાવ્યો છે. અમે તમને જણાવી રહ્યા છીએ કર્નલ આશુતોષ શર્માની બહાદુરી વિશે જેમના નામે આતંકવાદી થરથર કંપી ઉઠે છે...
21 રાષ્ટ્રીય રાઇફલ્સ યૂનિટના કમાન્ડીંગ ઓફિસર રહેલા કર્નલ આશુતોષ શર્માને તેમના આતંક રોધી અભિયાનોમાં સાહસ અને વીરતા માટે બે વાર વીરતા પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે એકવાર આતંકવાદી પોતાના કપડાંમાં ગ્રેનેડ સંતાડીને જવાનો તરફ આગળ વધી રહ્યો હતો. તે સમયે બહાદુરીનો પરીચય આપતાં કર્નલ આશુતોષે તેને ખૂબ નજીકથી ગોળી મારી હતી. શહીદ કર્નલ આશુતોષને આ બહાદુરી માટે વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર શહીદ આશુતોષ કર્નલ રેન્કના એવા પહેલાં કમાન્ડીંગ ઓફિસર છે, જેમણે ગત પાંચ વર્ષમાં આતંકવાદીઓ સાથે મુઠભેડમાં પોતાનો જીવ ગુમાવ્યો હોય. આ પહેલાં વર્ષ 2015ના જાન્યુઆરીમાં કાશ્મીરી ઘાટીમાં આતંકવાદીઓ સાથે લડાઇમાં 42 રાષ્ટ્રીય રાઇફલ કર્નલ એમએન રાય શહીદ થયા હતા. આ ઉપરાંત આ વર્ષે નવેમ્બરમાં 41 રાષ્ટ્રીય રાઇફલના કર્નલ સંતોષ મહાદિક આતંક્વાદીઓ વિરૂદ્ધ અભિયાનમાં શહીદ થયા હતા.
સેનાના અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર કર્નલ આશુતોષ શર્મા ખૂબ લાંબા સમયથી ગાર્ડ રેજિમેન્ટમાં રહીને ઘાટીમાં તૈનાત હતા. તે આતંકવાદીઓને ફાઇટ આપવા માટે જાણિતા હતા. શહીદ કર્નલ આશુતોષ શર્મા પોતાની પાછળ પત્ની અને 12 વર્ષીય પુત્રીને છોડીને ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે