Gandhi Jayanti 2022: જાણો કેમ ઉજવવામાં આવે છે ગાંધી જયંતિ અને શું છે તેનું મહત્વ
Mahatma Gandhi Jayanti 2022: વર્ષ 1916માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. ત્યારબાદ તેમણે સ્વાતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો. કોંગ્રેસના નેતા બાલ ગંગાધર તિલકના મૃત્યુ બાદ ગાંધીજી કોંગ્રેસના માર્ગદર્શક બન્યા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ Gandhi Jayanti 2022: દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો. તેમના જન્મદિવસના ઉપલક્ષમાં દેશ અને દુનિયામાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે. લોકો પ્રેમથી ગાંધીજીને બાપુ કહેતા હતા. ગાંધીજીને રાષ્ટ્રપિતાની પદવી આપવામાં આવેલી છે. ઈતિહાસકારો પ્રમાણે દેશની આઝાદીમાં ગાંધીજીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમના અથાગ પ્રયાસોને કારણે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળી હતી. આવો બાપુના જીવન વિશે જાણકારી મેળવીએ.
ગાંધીજીનું પૂરુ નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869માં ગુજરાતના પોરબંદરમાં થયો હતો. ગાંધીજીના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પુતળીબાઈ હતું. પિતાજી કરમચંદ ગાંધીનો સંબંધ પંસારી જાતિ સાથે હતો. તત્કાલીન સમયમાં તે પોરબંદરના દીવાન હતા.
13 વર્ષની ઉંમરમાં ગાંધીજીના લગ્ન કસ્તૂરબા સાથે થયા હતા. તે સમયે કસ્તૂરબાની ઉંમર 14 વર્ષની હતી. તો વર્ષ 1887માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ 1888માં તેમણે ભાવનગરની શામળદાસ કોલેજમાં એડમિસન લીધુ હતું. અહીંથી તેમણે ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગાંધીજી લંડન ગયા હતા. ત્યાંથી તેમણે બેરિસ્ટરનો અભ્યાસ કર્યો. વર્ષ 1916માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. ત્યારબાદ તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો. કોંગ્રેસ નેતા બાલ ગંગાધર તિલકના મૃત્યુ બાદ ગાંધીજી કોંગ્રેસના માર્ગદર્શક બન્યા હતા. અંગ્રેજોથી ભારતને મુક્તિ અપાવવા માટે તેમણે અસહયોગ આંદોલન, સવિનય કાયદો ભંગ અને ભારત છોડો આંદોલન કર્યું હતું.
અસહયોગ આંદોલન દરમિયાન ચોરા ચોરી કાંડને કારણે બાપુએ આ આંદોલન પરત લઈ લીધુ હતું. આ વિશે તેમણે કહ્યું હતું કે આપણે આંદોલન દરમિયાન હિંસાનો સહારો લેવાનો નથી. તે માટે અમે આંદોલન પરત લઈ રહ્યાં છીએ. ગાંધીજી દ્વારા 12 માર્ચ 1930ના ગુજરાતના અમદાવાદ શહેરથી દાંડી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ યાત્રા 5 એપ્રિલ સુધી ચાલી હતી. વર્ષ 1942માં ગાંધીજીએ અંગ્રેજો ભારત છોડો આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલનમાં તમામ વર્ગના લોકો સામેલ થયા હતા. દેશવાસીઓએ ગાંધીજીનો સહયોગ કર્યો હતો. જેના કારણે આંદોલન સફળ રહ્યું હતું. આ આંદોલનને કારણે ભારતની આઝાદીનો પાયો રાખવામાં આવ્યો હતો. તો 5 વર્ષ બાદ 1947માં ભારતને આઝાદી મળી હતી. ત્યારબાદ 30 જાન્યુઆરી 1948ના ગાંધીજીની હત્યા કરી દેવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે