ગણેશ ચતુર્થી 2018 : ફિલ્મી સેટથી માંડીને ફિલ્મસ્ટારોના ઘર સુધી, દરેક જગ્યાએ આવી રીતે થયું 'બપ્પા'નું સ્વાગત

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ પોતાના ઘરે બપ્પાને આવકાર્યા, સંજય દત્તે પણ પોતાના ઘરે ગણેશજીની સુંદર પ્રતિમાનું સ્થાપન કર્યું 

ગણેશ ચતુર્થી 2018 : ફિલ્મી સેટથી માંડીને ફિલ્મસ્ટારોના ઘર સુધી, દરેક જગ્યાએ આવી રીતે થયું 'બપ્પા'નું સ્વાગત

મુંબઈઃ ગણેશચતુર્થીના દિવસે ઘેર-ઘેર 'બપ્પા'ની સ્થાપના થઈ રહી છે. આજે સમગ્ર દેશમાં ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં તો આ ઉત્સાવ ભારે ધામધૂમ સાથે ઉજવવામાં આવે છે. બોલિવૂડ પણ તેમાં પાછળ રહેતું નથી. ફિલ્મી સેટથી માંડીને ફિલ્મસ્ટારોના ઘર સુધી દરેક જગ્યાએ બપ્પાની સ્થાપના કરવામાં આવતી હોય છે. 

કૃતિ સેનન અને આર્યન આજકાલ મથુરામાં પોતાની ફિલ્મ 'લુક્કા છિપ્પી'નું શૂટિંગ કરી રહ્યા છે. આથી આ બંને ફિલ્મસ્ટારે ત્યાં પણ ગણેશ ચતુર્થીના પ્રસંગે તેમની મૂર્તી સાથેનો એક ફોટો શેર કર્યો છે. તેમણે ફિલ્મના સેટ પર જ બપ્પાની સ્થાપના કરી છે. 

— Kriti Sanon (@kritisanon) September 13, 2018

બીજી તરફ વરૂણ ધવન અને અનુષ્કા શર્માએ પણ પોતાની ફિલ્મ 'સુઈ ધાગા'ના સેટપર ઈકો ફ્રેન્ડલી બપ્પાનું સ્વાગત કર્યું હતું. ગણેશ ચતુર્થીના પ્રસંગે ગુરૂવારે આગામી ફિલ્મ 'સુઈ ધાગા- મેડ ઈન ઈન્ડિયા'ની ટીમે દોરાનો ઉપયોગ કરીને ભગવાન ગણેશની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે. 

A post shared by Varun Dhawan (@varundvn) on

માત્ર ફિલ્મી સેટ પર જ નહીં પરંતુ ફિલ્મસ્ટારોના ઘરે પણ 'સુખહર્તા-દુખહર્તા'નું રોચક અંદાજમાં સ્વાગત કરાયું હતું. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી હતી. સંજય દત્ત પણ ગણેશજીની સુંદર પ્રતિમા ઘરે લાવ્યો હતો. 

Shilpa Shetty with son and Husband Raj Kundra

સલમાન ખાનની બહેનો અર્પિતા ખાન શર્મા પણ દર વર્ષે પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરતી હોય છે. આ વર્ષે પણ તેણે અનોખા અંદાજમાં બપ્પાનું સ્વાગત કર્યું હતું. 

Salman Khan Sisters Arpita Khan Sharma with Alvira Khan

Rishi kapoor Bring small Ganesha at home

ઋષિ કપૂર પણ પોતાના ઘરે બપ્પાને લઈ આવ્યા ત્યારે ખુશ-ખુશાલ જણાતા હતા. 

ઉલ્લેખનીય છે કે, ઋતિક રોશન, તુષાર કપૂર, વિવેક ઓબેરોય જેવા ફિલ્મસ્ટારો પણ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરતા હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news