પૂરો થયો ઈન્તેજાર! આગામી મહિને ફ્રાન્સ પાસેથી મળશે રાફેલ વિમાનની ડિલીવરી
Trending Photos
નવી દિલ્હી: રાફેલ (Rafale) વિમાનને લઈને મોટા સમાચાર આવ્યા છે. ફ્રાન્સથી 6 રાફેલ વિમાન જુલાઈમાં અંબાલા પહોંચશે. પહેલા આ વિમાન મે મહિનામાં આવવાના હતા. તે જ સમયે ફ્રાન્સથી ફક્ત 4 વિમાન આવવાના હતું પરંતુ હવે 6 વિમાન આવશે.
તમને જણાવી દઇએ કે, અગાઉ ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમેન્યુઅલ લેનિનએ કહ્યું હતું કે ભારતને 36 રાફેલ લડાકુ વિમાનોના સપ્લાયમાં કોઈ વિલંબ થશે નહીં અને જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી તેનું કડક પાલન કરવામાં આવશે.
ભારતે ફ્રાન્સ સાથે સપ્ટેમ્બર 2016માં લગભગ 58,000 કરોડના ખર્ચે 36 રાફેલ લડાકુ વિમાનોની ખરીદી માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
લેનીને જણાવ્યું હતું કે, રાફેલ વિમાનના કરાર પુરવઠાના કાર્યક્રમનો હજી સુધી યોગ્ય આદર કરવામાં આવ્યો છે અને કરાર મુજબ એપ્રિલના અંતમાં ખરેખર એક નવું વિમાન ફ્રાન્સમાં ભારતીય વાયુસેનાને સોંપવામાં આવ્યું હતું.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે 8 ઓક્ટોબરના ફ્રાન્સના એક એરપોર્ટ પર પ્રથમ રાફેલ જેટ વિમાન મેળવ્યું હતું. રાજદૂતે કહ્યું, અમે ભારતીય વાયુસેનાને શક્ય તેટલું વહેલી તકે ફ્રાન્સથી ભારત લઈ જવાની વ્યવસ્થા કરવામાં મદદ કરી રહ્યા છીએ. તેથી, તે અનુમાન લગાવવાનું કોઈ કારણ નથી કે વિમાનના પુરવઠાના સમયપત્રકનું પાલન થયું નથી. (ઇનપુટ: ભાષાથી પણ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે