Farmers Protest: મુઝફ્ફરનગરના GIC ગ્રાઉન્ડમાં ખેડૂતોનો જમાવડો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાપંચાયત શરૂ
ગાઝીપુર બોર્ડર (Ghazipur border) પર રાકેશ ટિકૈત (Rakesh Tikait) ના હુંકાર બાદ મુઝફ્ફરનગર (Muzaffarnagar) માં પણ માહોલ ગરમ છે. ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે મહાપંચાયત બોલાવી છે. તેઓ ત્યાં પહોંચી ગયા છે. અહીં રાજકીય ઈન્ટર કોલેજમાં મહાપંચાયતમાં હવે શક્તિ પ્રદર્શનની તૈયારી શરૂ થઈ ગઈ છે.
Trending Photos
મુઝફ્ફરનગર: ગાઝીપુર બોર્ડર (Ghazipur border) પર રાકેશ ટિકૈત (Rakesh Tikait) ના હુંકાર બાદ મુઝફ્ફરનગર (Muzaffarnagar) માં પણ માહોલ ગરમ છે. ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે મહાપંચાયત બોલાવી છે. તેઓ ત્યાં પહોંચી ગયા છે. અહીં રાજકીય ઈન્ટર કોલેજમાં મહાપંચાયતમાં હવે શક્તિ પ્રદર્શનની તૈયારી શરૂ થઈ ગઈ છે. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સિસૌલીનું બજાર બંધ છે. મહાપંચાયત સ્થળ પર હાલ ખેડૂતો ધીરે ધીરે પહોંચી રહ્યા છે. સિસૌલીમાં ચૌધરી નરેશ ટિકૈતના ઘરે ભારે સંખ્યામાં મહિલાઓ, ગ્રામીણો અને ખેડૂતો પહોંચી રહ્યા છે. આ બધા વચ્ચે આસ પડોશના જિલ્લાઓમાંથી પણ ટ્રેક્ટરો પર સવાર થઈને ખેડૂતો મહાપંચાયત સ્થળે પહોંચી રહ્યા છે. આ મહાપંચાયતમાં ખેડૂત નેતા કોઈ મોટી જાહેરાત કરી શકે છે. બીજી બાજુ ગાઝીપુર બોર્ડર ઉપર પણ ખેડૂતોની અવરજવર વધી ગઈ છે.
રાકેશ ટિકૈત (Rakesh Tikait) ગઈ કાલે રાતે આંદોલન ખતમ નહીં કરવા પર અડી ગયા હતા. તેમણે કહ્યું હતું કે આંદોલન (Farmers Protest) ખતમ નહીં કરું પછી ભલે પોલીસ ગોળી ચલાવે. તેમના આ નિવેદન બાદ મોડી રાતે જ ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ અને તેમના મોટા ભાઈ નરેશ ટિકૈતે મહાપંચાયત બોલાવી હતી. જેને લઈને સહારનપુરમાં વિવિધ વિસ્તારોમાંથી સેંકડોની સંખ્યામાં ખેડૂતો મહાપંચાયતમાં સામેલ થવા માટે મુઝફ્ફરનગર પહોંચી રહ્યા છે.
मुझे चलते हुए रुकना पड़ा, लेकिन मुज़फ्फरनगर में ट्रैक्टर्स की लाइन ख़त्म नहीं हुई। pic.twitter.com/IqRpZpgonJ
— shuaib raza شعیب رضا (@razashoaib87) January 29, 2021
આ સમય રાજકારણનો નહીં ખેડૂતો સાથે ઊભા રહેવાનો-જયંત ચૌધરી
આ બધા વચ્ચે રાકેશ ટિકૈતના સમર્થનમાં રાષ્ટ્રીય લોક દળ પાર્ટીના જયંત ચૌધરી પણ ગાઝીપુર બોર્ડર પહોંચ્યા. તેમણે કહ્યું કે ખેડૂતો અહીં ઉકેલ લાવવા માટે આવ્યા છે, પરંતુ તેમનું રોજ અપમાન થઈ રહ્યું છે. મારી રણનીતિ ખેડૂતોની ઈચ્છા પ્રમાણે થશે. પરંતુ જ્યાં ખેડૂતો બેઠા છે ત્યાંની લાઈટો અને પાણી રોકી દેવાયું છે, તે ખોટું છે. ખેડૂતો તેને ઝેલી લેશે. 26 જાન્યુઆરીની ઘટના અંગે જયંત સિંહે કહ્યું કે 26 જાન્યુઆરીએ જે પણ થયું તે નહતું થવું જોઈતું. દિલ્હી બોર્ડર પર કોઈ દેશદ્રોહી કે આતંકવાદીઓ નથી બેઠા. તેમણે ખેડૂતોને કહ્યું કે એવું આંદોલન છેડો કે રાજકારણ સાથે જોડાયેલા લોકો ખેડૂત આંદોલનમાં સામેલ થઈ જાય. જયંતે કહ્યું કે આ સમય પોતાના રાજકીય મતભેદો ભૂલીને આગળ વધવાનો છે.
રાકેશ ટિકૈતે કહ્યું કે આંદોલન ચાલુ રહેશે
આ બાજુ BKU ના રાષ્ટ્રીય મહાસચિવ રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતો સાથે મોટું ષડયંત્ર થયું છે. ભાજપના બે વિધાયકો અને બે હજારથી વધુ પોલીસ ફોર્સ અમને હટાવવા માટે લાવવામાં આવ્યા. અમે સરકાર સાથે વાતચીતનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. દરેક જગ્યાએથી ખેડૂતો અમારા સમર્થનમાં આવી રહ્યા ંછે. આંદોલન ચાલુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે