મહારાષ્ટ્રઃ ડૂંગળીનું યોગ્ય વળતર ન મળતાં ખેડૂતો CMને મોકલ્યો મનીઓર્ડર

50 પૈસા પ્રતિ કિલો ડૂંગળી વેચાતાં નારાજ ખેડૂત ચંદ્રકાંત દેશમુખે જણાવ્યું કે, તેને 5 ક્વિન્ટલ ડૂંગળી વેચવાના બદલે રૂ.270.50 મળ્યા છે. જેમાં ડૂંગળીને બજાર સુધી લઈ જવાની મજૂરી અને અન્ય ખર્ચ બાદ કરીએ તો તેની પાસે માત્ર રૂ.216 બચ્યા હતા 

મહારાષ્ટ્રઃ ડૂંગળીનું યોગ્ય વળતર ન મળતાં ખેડૂતો CMને મોકલ્યો મનીઓર્ડર

ચેતન કોલસે/નાસિકઃ દેશભરમાં ડૂંગળી અને લસણના ઘટતા જતા ભાવને કારણે ખેડૂતોની સમસ્યાઓ રોજે રોજ વધતી જઈ રહી છે. આથી ખેડૂતોએ પોતાની સમસ્યા સરકાર સુધી પહોંચાડવા માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. જેના અંતર્ગતત નાસિકના એક ખેડૂતો ડૂંગળીના વેચાણમાંથી મળેલી રકમનો મની ઓર્ડર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કર્યો હતો તો હવે યેવલાના એક ખેડૂતો આ જ પદ્ધતિ પ્રમાણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મનીઓર્ડર દ્વારા ડૂંગળી વેચતાં મળેલા રૂ.216 મોકલી આપ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ખેડૂતોને ડૂંગળીનું પુરતું વળતર નથી મળી રહ્યું, જેના કારણે ખેડૂતો નિરાશ થયેલા છે. ખેડૂતોએ જણાવ્યું કે, મંડળીમાં ડૂંગળી વેચવા માટે પોતાના વારાની રાહ જોવી અને ટ્રેક્ટર-ટ્રોલીનું ભાડું ખર્ચવા કરતાં તો સારું છે કે આ ડૂંગળી અમે અમારા પાલતુ પશુઓને ખવડાવી દઈએ. 

મહારાષ્ટ્રના યેવલાના અંદરસુલ માર્કેટમાં ખેડૂતોને એક ક્વિન્ટલ ડૂંગળી માટે રૂ.51 ચૂકવવામાં આવી રહ્યા છે. પ્રતિ કિલો માત્ર 50 પૈસાના ભાવે ડૂંગળી વેચાવાથી નારાજ ખેડૂત ચંદ્રકાંત દેશમુખે જણાવ્યું કે, તેને 5 ક્વિન્ટલ ડૂંગળી વેચવાના બદલે રૂ.270.50 મળ્યા છે. જેમાં ડૂંગળીને બજાર સુધી લઈ જવાની મજૂરી અને અન્ય ખર્ચ બાદ કરીએ તો તેની પાસે માત્ર રૂ.216 બચ્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રીનું ધ્યાન ખેંચવા માટે તેણે આ પૈસાનો મનીઓર્ડર કરી દીધો છે. ચંદ્રકાંત દેશમુખે જણાવ્યું કે, ડૂંગળી ઉગાડવામાં ખેતરમાં જે ખર્ચો થાય છે તે પણ નિકળતો નથી. આથી કંટાળીને મેં આ પગલું ભર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news