Earthquake Safety Tips: અચાનક ભૂકંપ આવે તો આવા કેસમાં શું કરવું જોઈએ અને શું નહિ? અહીં વાંચો
Earthquake Safety Tips: અહીં અમે તમને એવી 10 બાબતો જણાવી રહ્યા છીએ, જે તમારે ભૂકંપ આવે ત્યારે અવશ્ય કરવી જોઈએ અને આમ કરવાથી તમારો જીવ બચી શકે છે.
Trending Photos
Earthquake Safety Tips: મંગળવારે મોડી રાત્રે દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાત્રે 10.17 કલાકે ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. ભૂકંપની તીવ્રતા 6.6 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હિન્દુકુશ ક્ષેત્ર હતું. ચાલો જાણીએ કે ભૂકંપમાં જીવ બચાવવા તમારે શું કરવું જોઈએ.
ભૂકંપ આવે ત્યારે શું કરવું ?
-જે ક્ષણે તમે ભૂકંપના આંચકા અનુભવો, તરત જ જમીન પર બેસી જવું જોઈએ.
-ધરતીકંપની સ્થિતિમાં જીવ બચાવવા માટે, ઘરમાં રાખેલા મજબૂત ટેબલ અથવા ફર્નિચરની નીચે છુપાઓ. આ દરમિયાન તમારા માથા અને ચહેરાને તમારા હાથથી બરાબર ઢાંકી લો, જેથી તમને કોઈ જીવલેણ ઈજા ન થાય.
-ભૂકંપ આવે ત્યારે ઘરની બહાર નીકળવા માટે ઉતાવળ ન કરવી. જો તમે ઘરમાં હોવ તો ઘરની અંદર જ રહો. ધ્રુજારી બંધ થતાં જ બહાર નીકળો.
-જો તમે બહુમાળી ઇમારતમાં રહો છો, તો ભૂકંપ આવે ત્યારે લિફ્ટનો ઉપયોગ કરશો નહીં, પરંતુ સીડીનો ઉપયોગ કરીને નીચે જાઓ.
-જો રાત્રે ભૂકંપ આવ્યો હોય અને તમે પલંગ પર આડા પડ્યા હોવ તો તમે સૂઈ શકો છો. કોકડું વળી સુઈ જાવ અને ઓશીકાની મદદથી તમારા માથાને ઢાંકી દો.
-ભગવાન ના કરે પણ જો તમે ભૂકંપના કારણે ઇમારતને નુકસાન થવાને કારણે કાટમાળ નીચે દટાઇ ગયા હોવ તો તમારા મોંને રૂમાલ કે કપડાથી ઢાંકી દો.
-કાટમાળ નીચે દટાઈ જવાની સ્થિતિમાં, તમે જીવિત છો તે જણાવવા માટે કોઈ રીતે અવાજ કરો, જેથી બચાવકર્તા આ અવાજ સાંભળી શકે અને તમને બચાવવા પહોંચી શકે.
-જો કાટમાળ નીચે દટાઈ ગયા હોય ત્યારે બચાવવા માટે આસપાસ કંઈ ન હોય તો સમયાંતરે બૂમો પાડતા રહો અને હિંમત હારશો નહીં.
-જો તમે ભૂકંપ વખતે ઘરની બહાર નીકળો છો તો કોઈપણ ઈમારત કે મોટા ઝાડથી સુરક્ષિત અંતરે ઉભા રહો, કોઈ પુલની નીચે ન જશો.
-જો તમે ભૂકંપ દરમિયાન વાહન ચલાવતા હોવ તો તરત જ વાહનને રોકો અને વાહનમાં જ રહો. જો બહાર જવાનું હોય તો વાહનથી થોડે દૂર ઊભા રહો.
આ પણ વાંચો
રાશિફળ 22 માર્ચ: સિંહ-તુલા સહિત આ રાશિવાળા માટે અત્યંત શુભ છે આજનો દિવસ
ગુજરાતમાં ફરી મોતનો 'તાંડવ' શરૂ:11 દિવસ બાદ બીજું મોત, આજના કેસ તમને ધ્રુજારી ઉપાડશે
રસ્તો અને ચહેરો ઓળખવામાં થાય છે સમસ્યા, યાદદાસ્ત પર પડે છે અસર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે