સૈનિકોની શહિદી પર પાકિસ્તાનને આજે ભારત આપશે જવાબ, DGMO સ્તર પર થશે વાત

21 ઓક્ટોબર બપોર બાદ લગભગ 1.40 વાગે જમ્મૂ-કાશ્મિરના રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાનની તરફથી આવેલા આતંકવાદીઓએ ભારતીય સૈનિકોના એક પેટ્રોલિંગ દળ પર હુમલો કર્યો હતો.

સૈનિકોની શહિદી પર પાકિસ્તાનને આજે ભારત આપશે જવાબ, DGMO સ્તર પર થશે વાત

નવી દિલીહ: ભારત અને પાકિસ્તાન વચ્ચે મંગળવારે ડીજીએમઓ સ્તરની વાતચીત થસે. તે દરમિયાન ભારત પાકિસ્તાનને બોર્ડર પર કરવામાં આવેલા ભારતીય સૈનિકો પર હુમલા મામલે કડક વલણમાં વાત કરશે. 21 ઓક્ટોબર બપોર બાદ લગભગ 1.40 વાગે જમ્મૂ-કાશ્મિરના રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાનની તરફથી આવેલા આતંકવાદીઓએ ભારતીય સૈનિકોના એક પેટ્રોલિંગ દળ પર હુમલો કર્યો હતો. તે દરમિયાન તેમણે ત્રણ ભારતીય સૈનિકોની હત્યા કરી હતી.

ભારતીય જવાબી કાર્યવાહીમાં બે પાકિસ્તાની પણ માર્યા ગયા હતા. પરંતુ બાકી પાકિસ્તાનની સીમામાં પરત ભાગી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા આતંકવાદીઓએ ભારતીય સેનની વર્દી પહેરી હતી. માનવામાં આવી રહ્યું છે કે બોર્ડર એક્શન ટીમ (બેટ)ના સદસ્યો હતા. આ ઘટના બાદ ભારતીય સેનાએ પુંછમાં બન્ને સેનાઓ વચ્ચે સંપર્ક માટે ટેલીફોનથી પાકિસ્તાનને બીજીવાર આ હરકત ના કરવા અને તેમની લાશો લઇ જવા માટે કહ્યું હતું.

ભારતીય સેનાએ આ હરકતને ખુબ ગંભીરતાથી લીધી છે અને પુંછથી પાકિસ્તાનના એલઓજી મેસેઝ મોકલ્યા બાદ આગળની કાર્યવાહી કરવા પર મન બનાવી લીધું છે. સેનાના ઉચ્ચ પદસ્થ સુત્રોએના જણાવ્યા અનુસાર મંગળવારે યોજવનારી ડીજીએમઓ સ્તરની વાતચીતમાં પાકિસ્તાનની તરફથી કરવામાં આવેલી આ ભડકાવનારી કાર્યવાહી પર કડક વલણ સાથે ચેતવણી આપવામાં આવશે.

भारतीय सैनिकों के पास जवाबी कार्रवाई का अधिकार: डीजीएमओ ने पाक से कहा

તમને જણાવી દઇએ કે નિયંત્રણ રેખા પાર કરી પાકિસ્તાની નકિઆલ બટાલિયન છે. જે ભારતમાં આતંકવાદીઓની ઘુસપેઠ કરવવા, ભારતીય સૈનિકો પર સ્નાઇપર હુમલા કરવવા અને સીમા પાર કરી ઘાત લગાવી હુમલા કરાવવાની મુખ્ય રીતે જવાબદાર છે. આ બટાલિયનના વિસ્તારોમાં આતંકવાદીઓના ઘણા લોન્ચિંગ સ્થળ છે, જેનાથી પાકિસ્તાનમાં પ્રશિક્ષિત આતંકવાદીઓને રકવામાં આવે છે અને ભારતીય સીમા અંદર મોકલવામાં આવે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર 29 સ્પ્ટેમ્બર, 2016માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના કેપ પર થયેલી સર્જિકલ સ્ટ્રાઇક દરમિયાન પણ આ વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પાકિસ્તાનની સેનની સ્પેશિયલ સર્વિસ ગ્રુપની ટુકડીઓ સાથે, મુજાહિદીન બટાલિયન અને આતંકવાદી સાથે મળી ભારતીય સૈનિકોની સામે કાર્યવાહી કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news