Delhi violence: હિંસામાં 34ના મોત, દિલ્હી પોલીસને ફટકાર લગાવનારા જજની બદલી

દિલ્હીમાં થયેલી ભયાનક હિંસામાં મૃતકોની સંખ્યા 34 પર પહોંચી છે. જ્યારે 200 જેટલા લોકો ઘાયલ થયા છે. આ બાજુ દિલ્હી હિંસા પર સુનાવણી કરી રહેલા દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ મુરલીધરની બદલી પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં કરી દેવાઈ છે.

Delhi violence: હિંસામાં 34ના મોત, દિલ્હી પોલીસને ફટકાર લગાવનારા જજની બદલી

નવી દિલ્હી: દિલ્હીમાં થયેલી ભયાનક હિંસામાં મૃતકોની સંખ્યા 34 પર પહોંચી છે. જ્યારે 200 જેટલા લોકો ઘાયલ થયા છે. આ બાજુ દિલ્હી હિંસા પર સુનાવણી કરી રહેલા દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ મુરલીધરની બદલી પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં કરી દેવાઈ છે. કેન્દ્ર સરકારે જસ્ટિસ મુરલીધરની ટ્રાન્સફરનું નોટિફિકેશન બહાર પાડ્યું. અત્રે જણાવવાનું કે કોર્ટ કોલેજિયમે જસ્ટિસ મુરલીધરની ટ્રાન્સફરની ભલામણ 12 ફેબ્રુઆરી 2020ના રોજ કેન્દ્ર સરકારને મોકલી હતી. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મુરલીધરે બુધવારે સુનાવણીમાં દિલ્હી પોલીસને આડે હાથ લીધી હતી અને પૂછ્યું હતું કે આટલા દિવસ સુધી હિંસા દરમિયાન અત્યાર સુધી કેમ કોઈ એફઆઈઆર દાખલ થઈ નથી. તેમણે વિવાદિત નિવેદનો આપનારા ભાજપના ત્રણ નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાના આદેશ પણ આપ્યાં હતાં. 

દિલ્હી હાઈકોર્ટે કડક શબ્દોમાં કરી હતી ટિપ્પણી
બુધવારે 26 જાન્યુઆરીના રોજ દિલ્હી હિંસા પર થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ખુબ જ કડક શબ્દોમાં ટિપ્પણી કરી હતી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે દિલ્હીમાં એક વધુ 1984 થવા દઈશું નહીં. દિલ્હી હિંસા પર કડક પગલાં લેવાની જરૂર છે. લોકોને ભરોસો હોવો જોઈએ કે તેઓ જ્યાં છે ત્યાં સુરક્ષિત છે. 

Delhi violence: હિંસામાં 33ના મોત, દિલ્હી પોલીસને ફટકાર લગાવનારા જજની બદલી

(જસ્ટિસ મુરલીધરનો ફાઈલ ફોટો)

હાઈકોર્ટે પોલીસના વરિષ્ઠ અધિકારી પ્રવીર રંજન (સ્પેશિયલ કમિશનર)ને કહ્યું કે તમે જાઓ અને કમિશનરને જણાવો કે અમે ઈચ્છીએ છીએ કે એફઆઈઆર દાખલ થાય. અમે દુખી છીએ આ પરિસ્થિતિથી અને અમે નથી ઈચ્છતા કે 84ના રમખાણો જેવી સ્થિતિ પેદા થાય. 

જેટલા પણ ભડકાઉ વીડિયો છે તેમાં કેસ દાખલ કરો. કાલે ફરીથી સુનાવણી  થશે. બુધવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસને ફટકાર લગાવતા કહ્યું હતું કે જો તમારી પાસે આવા વીડિયો હતાં તો તેના ઉપર તમે અત્યાર સુધીમાં કાર્યવાહી કેમ કરી નહીં. આખુ શહેર બળી જશે ત્યારે તમે કાર્યવાહી કરશો. પોલીસની તો ફરજ છે કે તે જનતાની રક્ષા કરે. કોર્ટે કહ્યું કે હજુ કેટલા મોતની રાહ જોશો. 

જુઓ LIVE TV

સુનાવણી દરમિયાન તેમણે કહ્યું કે અમે 1984ની સ્થિતિ દોહરાવવા દઈશું નહીં. કોર્ટ એ વાતની નિગરાણી કરશે કે દિલ્હીમાં 1984 રિપીટ ન થાય અને પોલીસને પણ એ વાતની નિગરાણી કરવી પડશે. કોર્ટે કહ્યું કે આપણે સતર્ક રહેવાની જરૂર છે. દરેક પીડિત પાસે રાજ્યના મોટા મોટા અધિકારી જાય. જે પરિવારોને નુકસાન થયું છે તેમનામાં ભરોસો પેદા કરો. જસ્ટિસ મુરલીધરે કહ્યું હતું કે સરકારે વિશ્વાસ બહાલી માટે પગલા લેવા જોઈએ. લોકોમાં જો ડર હોય કે તેઓ પોતાના ઘરે  પાછા ફરી શકે તેમ નથી તો તે ખતમ થવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news