દિલ્હીઃ પોલીસ અને વકીલ વચ્ચેનો ઝઘડો પહોંચ્યો દિલ્હી હાઈકોર્ટમાં

દિલ્હીઃ પોલીસ અને વકીલ વચ્ચેનો ઝઘડો પહોંચ્યો દિલ્હી હાઈકોર્ટમાં

નવી દિલ્હીઃ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં દિલ્હી પોલીસ(Delhi Police) અને વકીલો (Advocates) વચ્ચે થયેલી મારામારીની ઘટનાનો કેસ હવે દિલ્હી હાઈકોર્ટમાં(Delhi High Court) પહોંચ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ગૃહ મંત્રાલયે (Home Ministry) કોર્ટને જણાવ્યું કે, અમે કાયદો-વ્યવસ્થા અને શાંતિ ઈચ્છીએ છીએ, જ્યારે વકીલો તરફથી કહેવાયું કે, દિલ્હી પોલીસના કર્મચારીઓ આઈટીઓ પર નારેબાજી કરતા હતા. પોલીસ તરફથી ભડકાઉ નિવેદન આપવામાં આવ્યું છે અને કોર્ટે તેના પર સંજ્ઞાન લેવું જોઈએ. 

દિલ્હી હાઈકોર્ટમાં ગૃહ મંત્રાલય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન વકીલો તરફથી દલીલ કરવામાં આવી કે, દિલ્હી પોલીસ દ્વારા જે ગોળીબાર કરાયો છે તેના મુદ્દે શું કાર્યવાહી કરવામાં આવી છે તે જણાવે. સાથે જ જણાવાયું કે, મીડિયા રિપોર્ટિંગ પર હાઈકોર્ટ બેન લગાવે. મીડિયા અને દિલ્હી પોલીસ ભડકાવાનું કામ કરે છે. 

જેના જવાબમાં દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે જે 2 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેના મુદ્દે પૂર્ણ તપાસ થવી જોઈએ. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ દિલ્હી પોલીસની માગણીનો વિરોધ કર્યો હતો. 

(દિલ્હીમાં વકીલો અને દિલ્હી પોલીસ વચ્ચે ચાલી રહેલા ઝઘડા વચ્ચે પોલીસ કમિશનર અમુલ પટનાયક અમિત શાહને મળવા પહોંચ્યા હતા.)

દિલ્હી હાઈકોર્ટે બંને પક્ષની સુનાવણી કર્યા પછી ગૃહમંત્રાલયની સ્પષ્ટીકરણની અરજી ફગાવી દેતા જણાવ્યું કે, પહેલા તપાસ પૂર્ણ કરાશે ત્યાર બાદ જ હાઈકોર્ટ એક ચૂકાદો આપસે. દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશે મીડિયા રિપોર્ટિંગ પર પ્રતિબંધ મુકવાની વકીલોની માગણીને પણ ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે, દિલ્હી પોલીસ અને વકીલોના ઝઘડામાં હાઈકોર્ટ કોઈ હસ્તક્ષેપ કરશે નહીં. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news