સારા સમાચાર: કોવિશીલ્ડ વેક્સિનનું ભારતમાં ટૂંક સમયમાં શરૂ થઇ શકે છે ટ્રાયલ
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસની સામે વેક્સિનની રેસમાં સૌથી આગળ કોવિશીલ્ડ વેક્સિનનું ટ્રાયલ ભારતમાં ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. ડીસીજીઆઇ (DCGI) ટૂંક સમયમાં ભારતમાં ફરીથી કોવિશીલ્ડના ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી આપી શકે છે.
ઓક્સફોર્ડ યૂનિવર્સિટીએ 6 સપ્ટેમ્બરના વેક્સિનના ટ્રાયલ રોક લગાવી હતી. પરંતુ સીરમ ઇન્સ્ટિટ્યૂટે ભારતમાં ટ્રાયલ ચાલુ રાખ્યું હતું. 9 સપ્ટેમ્બરના ડીસીજીઆઇની આપત્તિ બાદ સીરમે ટ્રાયલ રોક લગાવી હતી. કોવિશીલ્ડ વેક્સિન રેસમાં સૌથી આગળ છે અને ત્રીજા તબક્કામાં છે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રોજેનેકા તેને મળીને બનાવી રહ્યાં છે. ભારતથી પુણેની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તેની પાર્ટનર છે.
ડેટા સેફ્ટી મોનિટરિંગ બોડી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યું છે
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ભારતમાં કોવિશીલ્ડનું ટ્રાયલ ફરીથી ડ્રગ કંટ્રોલર જનરલની મંજૂરીથી શરૂ કરશે. તેના પર ડીસીજીઆઈ ડેટા સેફ્ટી મોનિટરિંગ બોડીના ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યું છે. મોનિટરિંગ બોડીએ પૂછ્યું છે કે, જે દર્દીનું બીમારી બાદ ટ્રાયલ રોકવામાં આવ્યું. તેની વિગતો આપે. તે કિસ્સામાં શું સમાધાન થયું તે પણ જણાવો. આ બોડીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી પણ ટ્રાયલમાં સામેલ લોકોની વિગતો માંગી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે