Cyclone Michaung: વાવાઝોડાએ મચાવી તબાહી! અનેક વિસ્તારોમાં બદલાયો હવામાનનો મિજાજ, 8 લોકોના મોત

વાવાઝોડું મિચૌંગના પ્રભાવના કારણે અનેક સ્થળોએ વરસાદ પડ્યો છે. ચેન્નાઈનો મોટાભાગનો હિસ્સો જળમગ્ન થયો છે. અહીં પાણીમાં વહી જવાના કારણે 8 લોકોના મોત થયા છે. આ વાવાઝોડું હાલ બંગાળની ખાડી ઉપર છે અને તે આંધ્ર પ્રદેશના કાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. ચેન્નાઈ એરપોર્ટ બંધ કરાયું છે. તોફાન  નેલ્લોર અને મછલીપટ્ટમની વચ્ચે ટકરાઈ શકે છે. 

Cyclone Michaung: વાવાઝોડાએ મચાવી તબાહી! અનેક વિસ્તારોમાં બદલાયો હવામાનનો મિજાજ, 8 લોકોના મોત

વાવાઝોડું મિચૌંગના પ્રભાવના કારણે અનેક સ્થળોએ વરસાદ પડ્યો છે. ચેન્નાઈનો મોટાભાગનો હિસ્સો જળમગ્ન થયો છે. અહીં પાણીમાં વહી જવાના કારણે 5 લોકોના મોત થયા છે. આ વાવાઝોડું હાલ બંગાળની ખાડી ઉપર છે અને તે આંધ્ર પ્રદેશના કાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. ચેન્નાઈ એરપોર્ટ બંધ કરાયું છે. તોફાન  નેલ્લોર અને મછલીપટ્ટમની વચ્ચે ટકરાઈ શકે છે. 

ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ વાવાઝોડું કાલે બપોરે નેલ્લોર અને માછલીપટ્ટમ વચ્ચે ટકરાય તેવી શક્યતા છે. તે વખતે 90-100 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપ રહી શકે છે. જે 110 સુધી પણ પહોંચી શકે છે.  ગંભીર વાવાઝોડું પશ્ચિમ મધ્ય અને તેને અડીને આંધ્ર પ્રદેશના દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને નજીકના ઉત્તરી તમિલનાડુના તટો તરફ આગળ વધી ગયું. આ દરમિયાન તેની સ્પીડ 12 કિમી પ્રતિ કલાક રહી. 

ચેન્નાઈમાં 8 લોકોના મોત
ન્યૂઝ  એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ બંગાળની ખાડીની ઉપર જે ડિપ ડિપ્રેશન, વાવઝોડા મિચૌંગમાં ફેરવાયું તેની વિનાશકારી પ્રકૃતિ અને સંભવિત પ્રભાવનાકારણે નિગરાણી થઈ રહી છે. પોલીસે કહ્યું કે વાવાઝોડાએ તમિલનાડુના ચેન્નાઈમાં અલગ અલગ ઘટનાઓમાં આઠ લોકોના જીવ લીધા છે. 

— ANI (@ANI) December 5, 2023

ચેન્નાઈના એક પોશ વિસ્તારમાં રોડ ધસી ગયો. કારણ કે મિચૌંગ પોતાની સાથે પૂરપાટ પવન અને મૂશળધાર વરસાદ લઈને આવ્યું છે. જેના કારણે શહેર જળમગ્ન બન્યું છે. વીડિયોમાં રસ્તાની વચ્ચે એક ખાલી જગ્યા અને તેમાં એક વીજળીનો થાંભલો પડતો પણ જોઈ શકાય છે. ચેન્નાઈમાં ફ્લાઈટ્સ અને ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. ઓછામાં ઓછી 30 ફ્લાઈટ્સ રદ કરાઈ છે અને તેમના સમયમાં ફેરફાર કરાયો છે. 

— Ashwin 🇮🇳 (@ashwinravi99) December 4, 2023

મિચૌંગ તોફાને ચેન્નાઈ અને તેના પાડોશી જિલ્લાઓમાં તબાહી મચાવી છે. રવિવાર સવારથી 400 થી 500 મિમી વરસાદ ખાબકી ગયો છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને કારો અને બાઈકો નષ્ટ થઈ ગઈ છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2015માં જ્યારે ચેન્નાઈ 'જળપ્રલય'એ શહેરને ડૂબાડી દીધુ હતું ત્યારે 330 મિમી વરસાદ પડ્યો હતો. 

આ રાજ્યો અલર્ટ પર
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા ચક્રવાતી તોફાની મિચૌંગના કારણે આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને સાથે સાથે ઓડિશા અને પશ્ચિમ બંગાળ પણ એલર્ટ પર છે. તમિલનાડુમાં તો વરસાદે તબાહી મચાવી છે. ડિસેમ્બરની શરૂઆતમાં બિહાર, ઉત્તર પ્રદેશ, અને ઝારખંડમાં સતત હવામાનમાં ફેરફાર જોવા મળ્યો. જ્યાં ક્યાંક તડકો છે તો ક્યાંક વાદળ છવાયેલા છે અને છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. 

શું છે ગુજરાતની સ્થિતિ
પાકિસ્તાનની આજુબાજુ સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાઈક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈને રાજસ્થાન નજીક પહોંચ્યું છે. જેથી ઠંડા પવનથી અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. હજુ તાપમાન ગગડે તેવી શક્યતા  હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં પલટો આવેલો છે. સોમવારે પણ વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન ચાલુ રહેતા ઠંડી વધી.

વાવાઝોડાની ગુજરાત પર શું અસર? 
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી 5 દિવસમાં વરસાદની શક્યતા જો કે નહીવત છે. રાજ્યના એકાદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. બે દિવસ રાજ્યમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે. આજે સુરત, ભરૂચ, નવસારી, તાપીમાં છૂટાછવાયા વરસાદની વકી છે. માઈચોંગ વાવાઝોડાના કારણે ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. આગામી 2 દિવસમાં તાપમાનમાં પારો ગગડશે. આગામી 2 થી 3 દિવસ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 15 થી 20 કિમી ની ઝડપે પવન ફૂંકાશે. આગામી બે દિવસ તાપમાન 16 ડિગ્રી થવાની સંભાવના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news