બિહાર ચૂંટણીઃ ભાજપે જાહેર કરી 27 ઉમેદવારોની યાદી, શ્રેયસી સિંહને જમુઈથી ટિકિટ
શ્રેયસી સિંહ રવિવારે ભાજપમાં સામેલ થઈ હતી. ભાજપમાં જોડાયા બાદ તેણે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 27 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. હાલમાં ભાજપમાં સામેલ થનાર શૂટર શ્રેયસી સિંહને પણ ટિકિટ મળી છે. પાર્ટીએ તેને જમુઈથી ઉમેદવાર બનાવી છે. શ્રેયસી સિંહ બિહારના દિગ્ગજ નેતા રહેલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજય સિંહની પુત્રી છે.
શ્રેયસી સિંહ રવિવારે ભાજપમાં સામેલ થઈ હતી. ભાજપમાં જોડાયા બાદ તેણે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ સિવાય પાર્ટીએ કહલગાંવથી પવન કુમાર યાદવ, બાંકાથી રામનારાયણ મંડલ, મુંગેરથી પ્રણવ યાદવ, લખીસરાયથી વિજય કુમાર સિન્હા, બાઢથી જ્ઞાનેન્દ્ર સિંહ જ્ઞાનૂ, કારાકાટથી રાજેશ્વર રાજને ટિકિટ આપી છે. ભાજપે તે સીટો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જ્યાં પ્રથમ તબક્કામાં મતદાન થશે.
Bharatiya Janata Party releases the first list of 27 candidates for #BiharElections2020 pic.twitter.com/vxmymAEd8d
— ANI (@ANI) October 6, 2020
પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 બેઠકો પર મતદાન થશે. તે માટે ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એટલે કે હવે ઉમેદવારી નોંધાવવામાં માત્ર બે દિવસ બાકી છે.
121 સીટો પર ચૂંટણી લડશે ભાજપ
મહત્વનું છે કે ભાજપ બિહારની 121 સીટો પર ચૂંટણી લડશે. ભાજપ તેમાંથી કેટલીક સીટ મુકેશ સાહનીની પાર્ટી વિકાસશીલ ઇંસાન પાર્ટીને આપશે. ભાજપ વીઆઈપીને કેટલી સીટ આપશે તે હજુ સામે આવ્યું નથી. ભાજપ પટના, પશ્ચિમ ચંપારણ, ગયા જેવા શહેરોમાં ચૂંટણી લડી રહી છે. આ પહેલા પાર્ટીએ તે 121 બેઠકોની યાદી જાહેર કરી, જ્યાં પર તે ચૂંટણી લડવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે