74th Independence Day: ભારત ભાગ્ય વિધાતા! જાણો 73 વર્ષમાં કેટલું બદલાયું ભારત?
Trending Photos
નવી દિલ્હી: ભારતના ઇતિહાસમાં આજનો દિવસ સૌથી વધારે મહત્વપૂર્ણ છે. કેમ કે, આપણા દેશના ભવ્ય ઇતિહાસમાં 15 ઓગસ્ટની તારીખ સુવર્ણ અક્ષરોથી લખવામાં આવી છે. આ તારીખના વર્ષ 1947માં આપણો દેશ ગુલામીની ઝંઝીર તોડી આઝાદ થયો હતો. સૌથી પહેલા અમે તમને જણાવી દઇએ કે, આપણું ભારત ભાગ્ય વિધાતા કેમ?
ભારત ભાગ્ય વિધાતા કેમ?
કેમ કે, આત્મનિર્ભર ભારત પોતાના ભવિષ્યને સ્વયં બનાવી રહ્યું છે.
કેમ કે, સશક્ત ભારત પરાક્રમની પરિભાષા લખી રહ્યું છે.
કેમ કે, આધ્યાત્મિક ભારત શ્રીરામના આદર્શો પર ચાલી રહ્યું છે.
કેમ કે, વિશ્વગુરૂ ભારત દુનિયાનું નેતૃત્વ કરી રહ્યું છે.
કેમ કે, સમૃદ્ધ ભારત વિકાસના શિખરને અડી રહ્યું છે.
આ પણ વાંચો:- ઇઝરાયેલના PMએ પાઠવી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા, કહ્યું ભારતીયો પર ગર્વ કરવા માટે ઘણું બધું
73 વર્ષની ભવ્ય સફર
આ કડીમાં તમને ભારતની ભવ્ય સફરના કેટલાક આંકડાઓથી રૂબરૂ કરાવી રહ્યાં છે. જેનાથી સમજવું સરળ થઇ જશે કે, આપણો દેશ 73 વર્ષમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. તમને આપણા દેશની GDP, FDI, વિદેશી વિનિમય ભંડાર અને અન્ય ઘણી યુક્તિઓથી રૂબરૂ કરાવીએ છે.
વર્ષ 1947માં આપણા દેશની GDP રૂપિયા 2.7 લાખ કરોડ હતી, જ્યારે વર્ષ 2020માં આપણા દેશની GDP રૂપિયા 215.5 લાખ કરોડ છે.
વર્ષ 1947માં આપણા દેશની FDI રૂપિયા 0 હતી. જ્યારે વર્ષ 2020માં આપણા દેશની FDI રૂપિયા 3.53 લાખ કરોડ છે.
વર્ષ 1947માં આપણા દેશનું વિદેશી વિનિમય ભંડાર $ 2 બિલિયન હતું, જ્યારે વર્ષ 2020માં આપણા દેશનું વિદેશી વિનિમય ભંડાર $ 513.25 બિલિયન છે.
વર્ષ 1947માં આપણા દેશમાં સોનું પ્રતિ 10 ગ્રામ રૂપિયા 88 હતું. જ્યારે વર્ષ 2020માં આપણા દેશમાં સોનાનો ભાવ રૂપિયા 55,600 પ્રતિ 10 ગ્રામ છે.
વર્ષ 1947માં આપણા દેશમાં પ્રતિ વ્યક્તિ આવક રૂપિયા 250 હતી, જ્યારે વર્ષ 2020માં આપણા દેશમાં પ્રતિ વ્યક્તિ આવક રૂપિયા 1,26,408 છે.
વર્ષ 1947માં આપણા દેશમાં સરેરાશ ઉંમર 32 વર્ષ હતી, જ્યારે વર્ષ 2020માં આપણા દેશમાં સરેરાશ ઉંમર 69 વર્ષ છે.
વર્ષ 1947માં આપણા દેશમાં શાળામાં બાળકોની સંખ્યા 46 ટકા હતી, જ્યારે વર્ષ 2020માં આપણા દેશમાં શાળામાં બાળકોની સંખ્યા 96 ટકા છે.
વર્ષ 1947માં આપણા દેશમાં સમાચાર પત્રની સંખ્યા 200+ હતી, જ્યારે વર્ષ 2020માં આપણા દેશમાં 1 લાખથી વધારે સમાચાર પત્ર નીકળે છે.
આ જ રીતે, અમાણું ભારત સતત બદલાતું રહ્યું, દરેક જણ આગળ વધતા રહ્યા, દરેકના ચહેરાની ખુશી વધતી જ રહી અને આપણા દેશને મુક્ત થયાના 73 વર્ષ પુરા થયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે