અયોધ્યામાં ભૂમિ પૂજન બાદ PM મોદીને આપવામાં આવશે આ ખાસ ભેટ

અયોધ્યા (Ayodhya)માં ભૂમિ પૂજન (Bhoomi Pujan)ની સાથે ભગવાન રામના ભવ્ય મંદિર (Ram Mandir)ના નિર્માણ કાર્ય શરૂ થઇ જશે. પરંતુ અયોધ્યામાં ભૂમિ પૂજન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એક વિશેષ ભેટ તેમની સાથે લઇ જશે. રામ મંદિર નિર્માણ તીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અલીગઢમાં તૈયારી કરવામાં આવી અષ્ઠ ધાતુની એક વિશેષ રામ મૂર્તિ ભેટ આપવામાં આવશે.
અયોધ્યામાં ભૂમિ પૂજન બાદ PM મોદીને આપવામાં આવશે આ ખાસ ભેટ

નવી દિલ્હી: અયોધ્યા (Ayodhya)માં ભૂમિ પૂજન (Bhoomi Pujan)ની સાથે ભગવાન રામના ભવ્ય મંદિર (Ram Mandir)ના નિર્માણ કાર્ય શરૂ થઇ જશે. પરંતુ અયોધ્યામાં ભૂમિ પૂજન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એક વિશેષ ભેટ તેમની સાથે લઇ જશે. રામ મંદિર નિર્માણ તીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અલીગઢમાં તૈયારી કરવામાં આવી અષ્ઠ ધાતુની એક વિશેષ રામ મૂર્તિ ભેટ આપવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અલીગઢમાં અષ્ટ ધાતુથી બનેલી શ્રી રામની આ વિશેષ મૂર્તિ ભૂમિ પૂજન બાદ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ ભેટ આપશે.

તમને જણાવી દઇએ કે, ટ્રસ્ટને સ્મૃતિ ચિન્હ ભેટ કરવામાં આવ્યા છે પરંતુ પ્રશાસન તરફથી મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. ટ્રસ્ટની તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ અંતિમ નિર્ણય સાંજ સુધીમાં થશે કે આ મૂર્તિઓને ભૂમિ પૂજન સ્થળ સુધી લઇ જવાની પરવાનગી મળશે.

અયોધ્યામાં દરેક અતિથિને આપવામાં આવશે ચાંદીનો સિક્કો
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે બુધવારના ભૂમિ પૂજન સમારોહમાં આમંત્રિત દરેક અતિથિને પ્રસાદ તરીકે ચાંદીનો એક સિક્કો ભેટ આપવામાં આવશે ચાંદીનો સિક્કાની એક તરફ રામ દરબારનું ચિત્ર છે જેમાં ભગવાન રામ, સીતા, લક્ષણ અને હનુમાન છે અને બીજી તરફ ટ્રસ્ટનું પ્રતિક ચિન્હ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news