West Bengal: બંગાળમાં ભાજપના નેતાની કાર રોકી બોમ્બ અને ગોળીઓ વડે હુમલો, હાલત ગંભીર
શનિવારે મોડી સાંજે ઉત્તર 24 પરગના જિલ્લાના બાસંતી હાઈવે પર ભાજપના નેતા બાબૂ માસ્ટરની ગાડી રોકી તેમના પર બોમ્બ અને ગોળીથી હુમલો કરવામાં આવ્યો છે. ઘટનામાં ભાજપ નેતા સહિત તેમના ડ્રાઇવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
Trending Photos
કોલકત્તાઃ બંગાળ વિધાનસભા ચૂંટણી (Bengal Assembly Election) પહેલા હિંસાનો સિલસિલો યથાવત છે. શનિવારે મોડી સાંજે ઉત્તર 24 પરગના જિલ્લાના બાસંતી હાઈવે પર ભાજપના નેતા બાબૂ માસ્ટરની ગાડી રોકી તેમના પર બોમ્બ અને ગોળીથી હુમલો કરવામાં આવ્યો છે. ઘટનામાં ભાજપ નેતા સહિત તેમના ડ્રાઇવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. લોહીલુહાણ સ્થિતિમાં બન્નેને કોલકત્તાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર હુમલો કરનાર 10થી 12ની સંખ્યામાં હતા. જાણવા મળી રહ્યું છે કે ઉત્તર 24 પરગનાના મીનાખાં વિસ્તારમાં પ્રભાવશાળી નેતા બાબૂ માસ્ટર પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) છોડી ભાજપમાં સામેલ થયા હતા. તો ભાજપે આ ઘટના માટે તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે સાંજે ભાજપના નેતા બસીરહાટમાં પાર્ટીના સંગઠનની બેઠકમાં ભાગ લીધા બાદ કોલકત્તા પરત ફરી રહ્યા હતા. રસ્તામાં મીનાખા પોલીસ સ્ટેશન અંતર્ગત બાસંતી હાઈવે પર પર એક બ્રેકર પાસે જ્યારે તેમનું વાહન ધીમુ પડ્યું, ત્યાં પહેલાથી રહેલા હુમલાખોરોએ બોમ્બ અને ગોળીઓથી હુમલો કરી દીધો અને બધા ફરાર થઈ ગયા હતા.
West Bengal: BJP leader Babu Master injured after he was attacked by unknown persons on Basanti Highway while he was returning to Kolkata after attending a meeting at district party office in North 24 Parganas, today. pic.twitter.com/iJ4JdOp6Zv
— ANI (@ANI) February 13, 2021
તેમને ગોળી વાગી નથી પરંતુ બોમ્બ ફુટવાને કારણે બાબૂ માસ્ટર તથા તેમના ડ્રાઇવર ઈજાગ્રસ્ત છે. વાહનને પણ નુકસાન પહોંચ્યુ છે. બન્નેને તત્કાલ કોલકત્તા લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સ્થિતિ ચિંતાજનક છે. વાહનમાં અન્ય બે લોકો સવાર હતા, તે સુરક્ષિત છે. આ ઘટના બાદ ડરનો માહોલ છે. તો જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યુ કે, ભાજપના નેતા પર અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને જલદી આરોપીઓને ઝડપી લેવામાં આવશે. બંગાળમાં આ પહેલા પણ ઘણીવાર ભાજપ અને ટીએમસી વચ્ચે ઘર્ષણ થઈ ચુક્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે