અસમ પોલીસે પકડ્યો 590 કિલો ગાંજો, જો કે લોકો ગાંજા કરતા પોલીસનાં ટ્વીટથી વધારે ખુશ !
અસમ પોલીસે ઘુબરી જીલ્લામાં મોટા પ્રમાણમાં ગાંજો જપ્ત કર્યો હતો તેની માહિતી લોકોને સોશિયલ મીડિયા સાઇટ ટ્વીટર પર મંગળવારે ખુબ જ અનોખા અંદાજમાં મળી હતી
Trending Photos
ગુવાહાટી : આસામ પોલીસે ધુબરી જિલ્લામાં મોટા પ્રમાણમાં ગાંજો જપ્ત કરીને તેની માહિતી લોકોને સોશિયલ મીડિયા સાઇટ ટ્વીટર પર ખુબ જ અનોખા અંદાજમાં આપી છે. પોલીસે ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે, કાલે રાત્રે ચોગાલિયા નાકાની નજીક કોઇએ ટ્રકમાં મુક્લે મોટા પ્રમાણમાં (590 કિલો) ગાંજો મળી આવ્યો છે. પરેશાન થવાની જરૂર નથી. તે અમને મળી ગયો છે.
Anyone lost a huge (590 kgs) amount of Cannabis/Ganja and a truck in and around Chagolia Checkpoint last night?
Don't panic, we found it.
Please get in touch with @Dhubri_Police. They will help you out, for sure ;)
Great job Team Dhubri. pic.twitter.com/fNoMjbGSKX
— Assam Police (@assampolice) June 4, 2019
કઠુવા સમયે હિંદુત્વથી શરમાતી સોનમ, અલીગઢને એજન્ડા નહી બનાવવા કેમ અપીલ કરી રહી છે? થઇ TROLL
આ ટ્વીટમાં ઇમોજી અને સ્માઇલનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે અને પકડાયેલા મોટા ગાંજાના મોટા પ્રમાણનાં કારણે લોકોનું ધ્યાન ખેંચાયુ હતું. ત્યાર બાદ ટ્વીટ વાઇરલ થઇ ગઇ. અસમ પોલીસે આગળ લખ્યું કે, કૃપા કરીને ધુબરી પોલીસના સંપર્કમાં રહો. તે તમારી જરૂર મદદ કરશે. ગ્રેટ જોબ ટીમ ઘુબરી.
અત્યંત ધૃણાસ્પદ..અલીગઢમાં અઢી વર્ષની બાળકીની હત્યા કરી આંખો કાઢી લીધી, SIT કરશે તપાસ
આ સંદેશમાં મોટા પેકેટમાં બાંધીને રખાયેલા ગાંજાની તસ્વીર પણ જોડવામાં આવી છે. આ છ હજાર લોકોએ રિ ટ્વીટ કરી ચુક્યા છે. 16800 લોકો લાઇક કરી ચુક્યા છે અને 1200 લોકોએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમાંબેડ મિંટન ખેલાડી, જ્વાલા ગટ્ટા અને સ્ટેન્ડ અપ કોમેડિટન પાપા સીજેનો પણ સમાવેસ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે