Assam Election 2021: BJP વિધાયકની કારમાંથી મળ્યું EVM, ચૂંટણી પંચે જણાવી ઘટના પાછળની સચ્ચાઈ
આસામ (Assam) માં ભાજપ (BJP) ના ધારાસભ્યની ગાડીમાંથી ઈવીએમ મળી આવવાના મામલે ચૂંટણી પંચે પ્રશાસન પાસેથી રિપોર્ટ માંગ્યો. ચૂંટણી પંચને અત્યાર સુધી મળેલા રિપોર્ટ મુજબ પોલીંગ પાર્ટીની ગાડી ખરાબ થઈ હતી, ત્યારબાદ પીઠાસીન અધિકારીએ ભાજપ ધારાસભ્યની ગાડીમાં લિફ્ટ લીધી કારણ કે આ દરમિયાન ચૂંટણી પંચ તરફથી નિયુક્ત સેક્ટર ઓફિસરે કોઈ ગાડીની વ્યવસ્થા કરી નહતી.
Trending Photos
ગુવાહાટી: આસામ (Assam) માં ભાજપ (BJP) ના ધારાસભ્યની ગાડીમાંથી ઈવીએમ મળી આવવાના મામલે ચૂંટણી પંચે પ્રશાસન પાસેથી રિપોર્ટ માંગ્યો. ચૂંટણી પંચને અત્યાર સુધી મળેલા રિપોર્ટ મુજબ પોલીંગ પાર્ટીની ગાડી ખરાબ થઈ હતી, ત્યારબાદ પીઠાસીન અધિકારીએ ભાજપ ધારાસભ્યની ગાડીમાં લિફ્ટ લીધી કારણ કે આ દરમિયાન ચૂંટણી પંચ તરફથી નિયુક્ત સેક્ટર ઓફિસરે કોઈ ગાડીની વ્યવસ્થા કરી નહતી.
ભાજપના નેતાની ગાડી હોવાની જાણકારી નહતી
ચૂંટણી પંચને જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી મળેલા પ્રાથમિક રિપોર્ટ મુજબ પોલીંગ પાર્ટીને શરૂઆતમાં એ જાણકારી નહતી કે જે ગાડીમાં તેઓ લિફ્ટ માંગી રહ્યા છે તે ભાજપના ધારાસભ્યની ગાડી છે. અત્રે જણાવવાનું કે ગાડી ભાજપ ધારાસભ્યની પત્નીના નામ પર રજિસ્ટર્ડ છે.
ઈવીએમનું સીલ તૂટ્યુ નથી
લિફ્ટ લઈને જ્યારે ભાજપના ધારાસભ્યની ગાડી દ્વારા પોલીંગ પાર્ટી પાછી ફરી રહી હતી ત્યારે જ સ્થાનિકોએ ગાડી જોઈ અને રોકી લીધી. પોલીંગ પાર્ટીના સભ્યોને સ્થાનિક લોકોએ ગાડીમાંથી બહાર કાઢ્યા અને ભીડ હિંસાત્મક થવા લાગી. ચૂંટણી પંચને મળેલી સૂચના મુજબ જે ઈવીએમ (EVM) ભાજપ વિધાયકની ગાડીમાંથી મળ્યું છે, વોટિંગ બાદ મળેલું ઈવીએમ છે. જો કે રિપોર્ટ મુજબ ઈવીએમનું સીલ તૂટ્યું નથી. ચૂંટણી પંચને જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી બીજા રિપોર્ટનો ઈન્તેજાર છે.
Every time there is an election videos of private vehicles caught transporting EVM’s show up. Unsurprisingly they have the following things in common:
1. The vehicles usually belong to BJP candidates or their associates. ....
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 2, 2021
કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
ભાજપ ધારાસભ્યની ગાડીમાંથી ઈવીએમ મળવા પર કોંગ્રેસે (Congress) સવાલ ઉઠાવ્યા છે અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે દર વખતે આવા વીડિયો સામે આવે છે જેમાં પ્રાઈવેટ ગાડીઓમાં ઈવીએમ લઈ જતા પકડાય છે. અપ્રત્યાશિત રીતે તેમાં કઈક ચીજો કોમન હોય છે. ગાડીઓ ભાજપ ઉમેદવારની કે તેમના સાથીઓ સંલગ્ન હોય છે. વીડિયો એક ઘટના તરીકે સામે આવે છે અને પછી ખોટું બતાવીને ફગાવી દેવાય છે.
Presiding Officer was issued show-cause notice for
violation of transport protocol. PO & 3 other officials placed under suspension. Although EVM's seals were found intact it has been decided to do a re-poll at No 149- Indira MV School of LAC 1 Ratabari(SC): EC on Assam EVM issue pic.twitter.com/wwTbIdooYt
— ANI (@ANI) April 2, 2021
4 કર્મી સસ્પેન્ડ
જો કે આ મામલે ચૂંટણી પંચે ચાર મતદાન ઓફિસરોને સસ્પેન્ડ કર્યા હોવાના અહેવાલ છે. આ સાથે જ એફઆઈઆર લખવાનો પણ આદેશ અપાયો છે. આ ગાડી ભાજપના પાથરકાંડી વિધાનસભા સીટથી ઉમેદવાર કૃષ્ણન્દુ પાલની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે