Jodhpur: જેલમાં સજા કાપી રહેલા Asaram ની તબિયત લથડી, CCU વોર્ડમાં દાખલ 

રાજસ્થાનની જોધપુર જેલ (Jodhpur) માં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામ (Asaram) ની તબિયત અચાનક લથડી છે. 

Jodhpur: જેલમાં સજા કાપી રહેલા Asaram ની તબિયત લથડી, CCU વોર્ડમાં દાખલ 

જોધપુર: રાજસ્થાનની જોધપુર જેલ (Jodhpur) માં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામ (Asaram) ની તબિયત અચાનક લથડી છે. તબિયત લથડ્યા બાદ શરૂઆતમાં આશારામને જેલ ડિસ્પેન્સરીમાં સારવાર અપાઈ અને ત્યારબાદ આસારામને મહાત્મા ગાંધી હોસ્પિટલ (MGH)ના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા. મીડિયા રિપોર્ટ્સ મુજબ આસારામને છાતીમાં દુ:ખાવો બાદ પહેલા મહાત્મા ગાંધી હોસ્પિટલ (MGH) અને ત્યારબાદ મથુરાદાર માથુર હોસ્પિટલના સીસીયુમાં દાખલ કરાયા છે. 

આસારામે બતાવે આ પરેશાની
જોધપુર જેલ (Jodhpur Jail) માં બંધ આસારામે (Asaram)  મંગળવારે રાતે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી. ત્યારબાદ જેલ હોસ્પિટલમાં જ આસારામનો ઈસીજી કરવામાં આવ્યો અને ચેસ્ટ એક્સરે કાઢવામાં આવ્યો. જેલ સૂત્રોના જણાવ્યાં મુજબ રિપોર્ટ નોર્મલ આવ્યો. આસારામે ડોક્ટરોને પ્રોસ્ટેટ, શ્વાસ લેવામાં તકલીફ અને ઘૂંટણમાં દુખાવાની ફરિયાદ કરી હતી. આસારામની તબિયત બગડ્યા બાદ એમજીએચ હોસ્પિટલના ડોક્ટરોનો સંપર્ક કરાયો. જેવા આસારામના સમર્થકોને આ વાતની જાણ થઈ કે જેલની બહાર ભેગા થવા લાગ્યા. સમર્થકોની ભીડ કાબૂમાં કરવા માટે પોલીસે ફોર્સ તૈનાત કરી. 

હોસ્પિટલ બહાર સમર્થકોની ભીડ
MGH માં કાર્ડિયોલોજી વિભાગ ન હોવાના કારણે બાદમાં આસારામ (Asaram) ને MDM માં દાખલ કરાયા. આસારામને MDM લાવવની સૂચના બાદ અહીં મોટી સંખ્યામાં સમર્થકો ભેગા થવા લાગ્યા. જો કે પોલીસે અહીંથી પણ તેમને પાછા મોકલી દીધા. શારીરિક શોષણ મામલે ગત અઠવાડિયે રાજસ્થાન હાઈકોર્ટમાં આસારામ કેસની સુનાવણી થવાની હતી પરંતુ વકીલ કોર્ટમાં હાજર રહી શક્યા નહી. વકીલોની ભલામણ પર સુનાવણી ટાળવામાં આવી. કોર્ટ હવે આસારામની અરજી પર 8 માર્ચના રોજ સુનાવણી કરશે. 

Asaram Bapu is serving life imprisonment in Jodhpur Central Jail in a rape case. pic.twitter.com/RIlsKNpU8z

— ANI (@ANI) February 17, 2021

આસારામ વિરુદ્ધ વર્ષ 2013માં એક સગીરાએ જોધપુર નજીક મનાઈ આશ્રમમાં શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. આરોપ બાદ 31 ઓગસ્ટ 2013ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરથી તેમની ધરપકડ થઈ. 2018માં જોધપુર સ્પેશિયલ કોર્ટે આસારામને પોક્સો કાયદા હેઠળ આજીવન કેદ અને એક લાખ રૂપિયાના દંડની સજા ફટકારી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news