રામ મંદિરના ભૂમિ પૂજનનો માર્ગ સ્પષ્ટ, અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી સાકેત ગોખલેની અરજી
અયોધ્યા (Ayodhya)માં 5 ઓગસ્ટના થવા જઇ રહેલા રામ મંદિર (Ram Mandir) ભૂમિ પૂજનનો માર્ગ સ્પષ્ટ થઇ ગયો છે. રામ મંદિરના ભૂમિ પૂજનની સામે દાખલ અરજી અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) ફગાવી દીધી છે. અરજી સાકેત ગોખલેએ દાખલ કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: અયોધ્યા (Ayodhya)માં 5 ઓગસ્ટના થવા જઇ રહેલા રામ મંદિર (Ram Mandir) ભૂમિ પૂજનનો માર્ગ સ્પષ્ટ થઇ ગયો છે. રામ મંદિરના ભૂમિ પૂજનની સામે દાખલ અરજી અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) ફગાવી દીધી છે. અરજી સાકેત ગોખલેએ દાખલ કરી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટમાં અયોધ્યામાં ભૂમિ પૂજનની સામે અરજીમાં ગોખલેએ ભૂમિ પૂજનને અનલોક-2ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. પીઆઇએલમાં કહેવામાં આવ્યું છે કે, ભૂમિ પૂજન કોવિડ-19ના અનલોક-2ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન છે. ભૂમિ પૂજનમાં ત્રણસો લોકો ભેગા થશે જે કોવિડના નિયમોની વિરૂદ્ધ હશે.
લેટર પિટીશનના દ્વારા ભૂમિ પૂજનના કાર્યક્રમ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે, આ કાર્યક્રમ થવાથી કોરોના સંક્રમણ ફેલાવવાનો ખતરો વધી જશે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, યૂપી સરકાર કેન્દ્રની ગાઇડલાઇનમાં છૂટ આપી શકે નહીં.
અરજીમાં ગોખલેએ આ પણ કહ્યું હતું કે, કાર્યક્રમ થવાથી કોરોના સંક્રમણ ફેલાવવાનો ખતરો વધી જશે. તેમણે કહ્યું કે, કોરોના કાળમાં ભીડ એકઠી થવાના કારણે બકરીદ પર સામૂહિક નમાજની મંજૂરી આપવામાં આવી નહતી એવામાં ભૂમિ પૂજનની મંજૂરી કેવી રીતે આપી શકાય છે.
આ પણ વાંચો:- કોરોના સંકટમાં આ IASએ રોજગારીની ઢગલો તકો સર્જી લોકોને અપાવ્યું કામ, પોતે પણ કરી લે છે ખેતીકામ
ઝી મીડિયા સાથે વાત કરતા સાકેત ગોખલેએ કહ્યું કે ગૃહ મંત્રાલયના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, અયોધ્યામાં ભૂમિ પૂજન રોકવાનો પ્રયત્ન કરનાર સાકેત ગોખલે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીના નજીકના મિત્ર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે