કેબિનેટ બેઠકમાં બધા મંત્રીઓએ પીએમ મોદીને આપી શુભેચ્છા, બિહાર ચૂંટણીમાં જીત અપાવવા માટે માન્યો આભાર
પ્રધાનમંત્રી મોદી બિહાર ચૂંટણીમાં એનડીએના મુખ્ય પ્રચારક હતા. તેમણે 12 રેલીઓ કરી હતી. ભાજપને 243 સીટો વાળી બિહાર વિધાનસભામાં 74 સીટ મળી છે. પાર્ટીએ 110 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ બિહાર ચૂંટણીમાં જીતથી ભાજપ ગદગદ છે. પાર્ટી આ જીતનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને આપી રહી છે. આજે કેબિનેટની બેઠકમાં બધા મંત્રીઓએ પ્રધાનમંત્રી મોદીને બિહારમાં પાર્ટીની જીત માટે શુભેચ્છા આપી અને તેમનો આભાર માન્યો. સૂત્રોએ જણાવ્યું કે બધા મંત્રી વર્ચ્યુઅલ કેબિનેટ બેઠક દરમિયાન પીએમ મોદીને કહ્યુ કે, બિહારની જીત તેમના વિઝન અને તેમને જનતાથી પ્રાપ્ત સમર્થનને કારણે સંભવ થઈ છે.
એક ઉચ્ચસ્તરીય સૂત્રએ કહ્યુ કે, મંત્રીઓની પહેલથઈ કેબિનેટની બેઠકનો માહોલ ખુબ સુખદ થઈ ગયો. તેમણે કહ્યું, શુભેચ્છા આપવામાં આવી રહી હતી તો પીએમ પણ હસી રહ્યા હતા. તેઓ ખુબ ખુશ દેખાતા હતા. એક અન્ય સૂત્રએ કહ્યુ, શું તે ખુશ ન થાય? ખુશ થવાના બધા કારણ હતા. જીત આસાન નહતી અને તેમના કરિશ્માએ જ પાર્ટી અને એનડીએના ખાતામાં ખુશી અપાવી.
પ્રધાનમંત્રી મોદી બિહાર ચૂંટણીમાં એનડીએના મુખ્ય પ્રચારક હતા. તેમણે 12 રેલીઓ કરી હતી. પાર્ટી નેતાઓનું કહેવું છે કે છેલ્લા છ વર્ષમાં મોદી સરકારે ગરીબ તથા વંચિત વર્ગના સશક્તિકરણની દિશામાં જે પગલા ભર્યા, તેનાથી તેમના માટે એક નવો મતદાતા વર્ગ તૈયાર થઈ ગયો છે.
ભાજપે 243 સીટો વાળી બિહાર વિધાનસભા ચૂંટણીમાં 74 બેઠકો જીતી છે. તેમણે 110 સીટો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. તો સહયોગી જેડીયૂએ 115 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા અને તેને 43 સીટ પર જીત મળી છે. વિરોધી મહાગઠબંધનની મુખ્ય પાર્ટી આરજેડી 75 સીટોની સાથે બિહારની સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી. પરંતુ મહાગઠબંધન સરકાર બનાવવાના જાદૂઈ આંકડા (122 સીટ)થી પાછળ રહી ગઈ અને તેના ખાતામાં 110 સીટ આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે