રાફેલના સ્વાગત માટે દેશ તૈયાર, આજે અંબાલા એરબેઝ પહોંચશે ફાઈટર જેટ, વાયુસેના પ્રમુખ કરશે રિસિવ
Welcome Rafale : વાયુસેનાના સૂત્રોએ કહ્યુ, એરફોર્સ ચીફ બુધવારે યુદ્ધક વિમાનોને રિસીવ કરવા અંબાલામાં હશે. કાર્યક્રમ પ્રમાણે પાંચેય રાફેલ યૂએઈના એરબેઝથી સવારે 11 કલાકે ભારત માટે ઉડાન ભરશે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ આર કે એસ ભદોરિયા આજે અંબાલા એરપોર્ટ પર પાંચ રાફેલ લડાકૂ વિમાનની આગેવાની અને સ્વાગત કરશે. જેટ વિમાનોએ સોમવારે ફ્રાન્સના શહેર બોર્ડોમાં મેરિનેક એરબેઝથી ઉડાન ભરી હતી. બેડામાં ત્રણ સિંગલ સીટર અને બે ડબલ સીટ વાળા વિમાન સામેલ છે. તેને ભારતીય વાયુસેનામાં તેના 17મા સ્ક્વિડ્રનના ભાગના રૂપમાં સામેલ કરવામાં આવશે, જેને અંબાલા એરબેઝ પર ગોલ્ડન એરોના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ વિમાન લગભગ 7 હજાર કિલોમીટરની સફર કાપીને અંબાલા વાયુસેના પોર્ટ પર ઉતરશે.
સવારે 11 કલાકે યૂએઈથી ભરશે ઉડાન
વાયુસેનાના સૂત્રોએ કહ્યુ, એરફોર્સ ચીફ બુધવારે યુદ્ધક વિમાનોને રિસીવ કરવા અંબાલામાં હશે જેને 2016મા 60 હજાર કરોડ રૂપિયાના દેશના સૌથી મોટા રક્ષા સોદાના ભાગરૂપે સામેલ કરવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, બધા પાંચ રાફેલ વિમાન સંયુક્ત અરબ અમીરાત (UAE)ના અલ દફ્રા એરબેઝ પર ઉભેલા છે. તે બુધવારે સવારે 11 કલાકે ભારત માટે ઉડાન ભરશે અને બપોરે 2 કલાકે અંબાલા એરબેઝ પહોંચશે. રાફેલને ઉડાવીને લાવનાર પાયલટ્સ પોતાના ગ્રુપ કેપ્ટન હરકીરત સિંહની આગેવાનીમાં અંબાલામાં જ એર ચીફને જણાવશે કે તેમને ફ્રાન્સમાં ક્યા પ્રકારની ટ્રેનિંગ મળી છે.
બાદમાં આયોજીત થશે સમારોહ
કાર્યક્રમ પ્રમાણે, રાફેલ ડલદી અંબાલાથી બીજા એરબેઝ પર રવાના થશે. 17 સ્ક્વિડ્રનના કમાન્ડિંગ ઓફિસર હરકીરત સિંહ ગ્રુપ કમાન્ડરની ભૂમિકામાં છે જ્યારે તેમની સાથે વિંગ કમાન્ડર એમકે સિંહ અને વિંગ કમાન્ડર આર કટારિયા પણ પાયલટ દળમાં સામેલ છે. જો અંબાલામાં હવામાન ખરાબ થઈ ગયું તો પછી બધા રાફેલના રાજસ્થાનના જોધપુર એરબેઝ પર ઉતારવામાં આવશે. વાયુસેનામાં રાફેલને સામેલ કરવાના સમારોહનું બાદમાં આયોજન કરવામાં આવશે.
અંબાલા વાયુ સેના કેન્દ્રની આસપાસ કલમ 144
ફ્રાન્સથી પાંચ રાફેલ લડાકૂ વિમાનના આવ્યા પહેલા મંગળવારે અંબાલા વાયુ સેના કેન્દ્રની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. અહીં વીડિયોગ્રાફી અને ફોટા પાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે, અંબાલા જિલ્લા વહીવટી તંત્રએ વાયુ સેના કેન્દ્રના ત્રણ કિલોમીટર વિસ્તારમાં લોકોને ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ડેપ્યુટી કમિશનર અશોક શર્માએ એક આદેશમાં કહ્યુ કે, ધુલકોટ, બલદેવ નગર, ગરનાલા અને પંજખોડા સહિત વાયુ સેનાના આસપાસના ગામોમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે, જે હેઠળ ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે