છઠ્ઠો તબક્કો: જ્યોતિરાદિત્ય અમીર ઉમેદવાર, ગંભીર પાસે 147 કરોડ સંપત્તી
છઠ્ઠા તબક્કાના 7 રાજ્યોની 59 સીટો માટે 979 ઉમેદવારો મેદાનમાં છે
Trending Photos
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન 12 મેનાં રોજ થવાનું છે. આ તબક્કામાં 7 રાજ્યોની 59 સીટો માટે 979 ઉમેદવાર મેદાનમાં છે. તેમાંથી 967 ઉમેદવારનાં એફિડેવિટની તપાસ કરવામાં આવી. 189 (20%) ઉમેદવાર પર ગુનાહિત કેસ નોંધાયેલા છે. 146 (15 %) ઉમેદવારો પર ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. 311 (32%) ઉમેદવાર કરોડપતિ છે.
છઠ્ઠા તબક્કામાં સૌથી વધારે ગુનાહિત કિસ્સાવાળા 48 % ઉમેદવાર ભાજપમાં છે. ત્યાર બાદ 44 % કોંગ્રેસ અને 39 % બસપામાં છે. 59 સીટોમાંથી 34 સીટ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ એટલે કે તેઓ સીટો જ્યાં 3થી વધારે ઉમેદવારે પોતાનાં પર ગુનાહિત મુદ્દાની જાહેરાત કરી છે. આ તબક્કામાં 307 ઉમેદવાર અપક્ષ છે. સૌથી વધારે કરોડપતિ ઉમેદવાર ભાજપનાં છે. તેમાં 54 ઉમેદવારોમાંથી 46 કરોડપતિ છે.
છટ્ઠા તબક્કાનાં સૌથી સંપત્તીવાન ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા છે. તેમની કુલ સંપત્તી 374 કરોડ કરતા વધારે છે. ત્યાર બાદ બીજા નંબર પર પૂર્વી દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર છે. તેની કુલ સંપત્તી 147 કરોડથી વધારે છે. છઠ્ઠા તબક્કામાં માત્ર પશ્ચિમ બંગાળની પુરુલિયા સીટથી એસએચએસ પાર્ટીનાં રીજવ મહતો એકમાત્ર ઉમેદવાર છે, જેમની પાસે કોઇ પણ પ્રકારની કોઇ સંપત્તી નથી. જ્યારે પશ્ચિમ બંગાળની પુરુલિયા સીટથી જ એસયુસીઆઇ-સીના ઉમેદવાર રંગલાલ કુમાર પાસે કોઇ જંગમ મિલ્કત જ નથી. માત્ર 500 રૂપિયા છે. આ માહિતી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ પોતાનાં રિપોર્ટમાં દાખલ કરી છે.
ચોંકાવનારો કિસ્સો...સ્કૂટર પર જઈ રહેલા પાનવાળાની બેગ ખોલતા જ પોલીસના ઉડ્યા હોશ
સૌથી વધારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવાર
- રાજદ અને જેએમએમ સહિત 20 દળોનાં 100 ટકા ઉમેદવારો પર ગુનાહિત કેસ નોંધાયેલા છે.
- જદયુ, રાષ્ટ્રીય હિંદ સેના, સીપીઆઇએમના 67 ટકા ઉમેદવાર પર ગુનાહિત કેસ દાખલ છે.
- ભાજપનાં 54 ઉમેદવારોમાંથી 26 (48%) પર ગુનાહિત કેસ દાખલ છે, જ્યારે 18 પર ગંભીર આરોપો છે.
VIDEO: BJPના મહિલા ઉમેદવારની દબંગાઈ, કહ્યું-'યુપીથી 1000 લોકોને બોલાવીને પીટાઈ કરાવીશ'
સૌથી વધારે કરોડપતિ ઉમેદવાર
જયદુ, રાલોસપા સહિત 24 દળોનાં તમામ ઉમેદવાર કરોડપતિ છે.
છઠ્ઠા તબક્કાનાં સંપત્તીવાન ઉમેદવાર
જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશી ગુના સીટથી કોંગ્રેસ ઉમેદવાર તેમની કુલ સંપત્તી 374 કરોડથી વધારે છે.
ગૌતમ ગંભીર: પૂર્વી દિલ્હીનાં ભાજપના ઉમેદવાર તેમની કુલ સંપત્તી 147 કરોડથી વધારે છે.
વીરેન્દ્ર રાણા: હરિયાણાના ગુડગાંવ સીટથી આઇએનએલડી ઉમેદવાર તેમની કુલ સંપત્તી 102 કરોડથી વધારે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે