ગેસના કારણે દુખે છે માથું? તો આ ઘરેલુ ઉપાય 10 મિનિટમાં આપશે માથાના દુખાવા અને ગેસથી રાહત

Gastric Headache: પાચનમાં સમસ્યા કરે તેવી વસ્તુઓનું સેવન કરવાથી આ સમસ્યા થાય છે. પેટમાં ગેસ એ માથાનો દુખાવો અથવા એસિડિટી જેવી સમસ્યાઓનું મુખ્ય કારણ હોય છે. પેટમાં ગેસ બને ત્યારે તે મગજને પણ અસર કરે છે જેના કારણે માથું ભારે લાગવા લાગે છે.  

ગેસના કારણે દુખે છે માથું? તો આ ઘરેલુ ઉપાય 10 મિનિટમાં આપશે માથાના દુખાવા અને ગેસથી રાહત

Gastric Headache: કદાચ જ કોઈ એવું હશે જેણે ગેસ અને માથાના દુખાવાનો અનુભવ ન કર્યો હોય. કેટલાક લોકોને તો વારંવાર આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગેસના કારણે માથાનો દુખાવો પણ થવા લાગે છે. આ સમસ્યાના કારણે રોજિંદા કામ કરવામાં પણ ખલેલ ઊભી થાય છે.  પેટમાં ગેસ વધી જવાને કારણે થતો માથાનો દુખાવો અસહ્ય બની જાય છે. તેના કારણે ક્યારેક ખાટા ઓડકાર અને ઉબકા પણ અનુભવાય છે.  

ગેસ્ટ્રિક માથાનો દુખાવો એટલે શું?

ગેસ્ટ્રિક માથાનો દુખાવો પીડાદાયક સમસ્યા છે. જ્યારે પાચન સંબંધિત સમસ્યા થાય છે ત્યારે પેટમાં ગેસ બનવા લાગે છે જે મગજને પણ અસર કરે છે. પેટમાં ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડના કારણે માથાનો દુખાવો થાય છે. પાચનમાં સમસ્યા કરે તેવી વસ્તુઓનું સેવન કરવાથી આ સમસ્યા થાય છે. પેટમાં ગેસ એ માથાનો દુખાવો અથવા એસિડિટી જેવી સમસ્યાઓનું મુખ્ય કારણ હોય છે. પેટમાં ગેસ બને ત્યારે તે મગજને પણ અસર કરે છે જેના કારણે માથું ભારે લાગવા લાગે છે.  

આ પણ વાંચો:

ગેસ્ટ્રિક માથાના દુખાવાના લક્ષણો

- માથામાં તીવ્ર દુખાવો
- માથું ભારે લાગવું
- ઊંઘ ન આવવી
- પેટ દુખાવા
- ઉબકા આવવા
- ઉલટી થવી
 
ગેસ્ટ્રિક માથાના દુખાવાના ઘરેલું ઉપચાર

- ગેસના કારણે થતા માથાના દુખાવાને મટાડવા માટે એક ગ્લાસ હુંફાળા પાણીમાં સંચળ અને લીંબુ ઉમેરી પી જવું. તેનાથી ગેસ અને માથાનો દુખાવો બંને મટે છે.

- દહીંનું સેવન કરવાથી પેટની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. તમે છાશ પીને પણ ગેસથી રાહત મેળવી શકો છો.

- જો તમે તુલસીના પાનને ચાવીને ખાશો તો પણ તમને માથાના દુખાવામાં આરામ મળશે.

- આદુનું પાણી પીવાથી ગેસ અને માથાના દુખાવાથી રાહત મળે છે અને પાચન સુધરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news