Flowers: ડાયાબિટીસની દવા છે આ 5 ફૂલ, સવારે ખાઈ લીધું તો રાત સુધી સુગર રહેશે કંટ્રોલમાં

Reduce Blood Sugar Level: ખાસ કરીને કેટલાક છોડના ફૂલ છે જે શરીરના બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આજે તમને પાંચ એવા ફુલ વિશે જણાવીએ છે હાઈ બ્લડ સુગર ની સમસ્યાને ઘણી હદે ઘટાડી શકે છે. 

Flowers: ડાયાબિટીસની દવા છે આ 5 ફૂલ, સવારે ખાઈ લીધું તો રાત સુધી સુગર રહેશે કંટ્રોલમાં

Reduce Blood Sugar Level: ડાયાબિટીસ એવી બીમારી છે જે પોતાની સાથે અન્ય સમસ્યાઓ પણ લાવે છે. ડાયાબિટીસ હોય તેને હાર્ટ, કિડની, મગજ અને આંખ સંબંધિત સમસ્યા થવાનું જોખમ પણ વધારે હોય છે. કેટલાક નેચરલ ઉપાયોની મદદથી પ્રી ડાયાબિટીસ અને ડાયાબિટીસની સમસ્યાઓને ઘણી હદે ઘટાડી શકાય છે. ખાસ કરીને કેટલાક છોડના ફૂલ છે જે શરીરના બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આજે તમને પાંચ એવા ફુલ વિશે જણાવીએ છે હાઈ બ્લડ સુગર ની સમસ્યાને ઘણી હદે ઘટાડી શકે છે. 

દહેલીયા ફુલ 

આ ફૂલનું સેવન કરવાથી હાઈ બ્લડ સુગરને ઘટાડી શકાય છે. આ ફૂલમાં બ્યુટેન નામનું ડાયટરી ફ્લેવનોઇડ હોય છે. જે મગજ સહિત શરીરને ફાયદો કરે છે. પ્રિ ડાયાબિટીસ અને ટાઈપ ટુ ડાયાબિટીસના દર્દી માટે આ ફૂલ લાભકારી સાબિત થાય છે. ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે આ ફૂલ નો ઉકાળો કે ચા બનાવીને પી શકાય છે. 

બારમાસીના ફૂલ 

સદાબહાર ફુલ કે જેને બારમાસીના ફૂલ પણ કહેવાય છે જે શરીરમાં વધતા બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકે છે. જે લોકો પહેલાથી જ ડાયાબિટીસની દવાઓ લેતા હોય તેમણે આ ફૂલનું સેવન ન કરવું. આ સિવાય કોઈપણ વ્યક્તિ આ ફૂલનું સેવન કરી શકે છે. તેનાથી ગળામાં સમસ્યા, ઉધરસ અને કેટલીક સ્કીન પ્રોબ્લેમમાં પણ આ ફૂલનો ઉપયોગ કરી શકાય છે. 

કેળાના ફૂલ 

ડાયાબિટીસના દર્દીઓ માટે કેળાના ફૂલ પણ હેલ્ધી સાબિત થાય છે. રિસર્ચ અનુસાર કેળાના ફૂલમાં ડાયાબિટીસની સમસ્યા ઘટાડવાના ગુણ હોય છે. આ ફૂલનો ઉપયોગ સુપમાં, શાકમાં કે ઉકાળો બનાવીને કરી શકાય છે.

જાસૂદના ફૂલ 

જાસૂદના ફૂલથી બનેલી ચાનું સેવન કરવાથી હાઈ બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. જાસુદના ફૂલની ચાનું સેવન કરવાથી ફાસ્ટિંગ સુગર લેવલ ઓછું રહે છે. જે લોકોનું ફાસ્ટિંગ સુગર હાય રહેતું હોય તેમણે આ ફૂલની ચા પીવાનું શરૂ કરવું જોઈએ. 

અપરાજિતાના ફૂલ

અપરાધિતાના ફૂલ નો ઉકાળો પણ ડાયાબિટીસ કંટ્રોલ કરે છે. તેનું સેવન કરવાથી બ્લડ સુગર ઘટાડવામાં મદદ મળે છે. આ ડ્રિન્ક પીવાથી રક્તમાં વધતા સુગરને પણ અટકાવી શકાય છે. તેનાથી પાચન પણ સારું રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news