Apple: લાલ, લીલું કે પીળું, કયું સફરજન સૌથી વધારે પૌષ્ટિક ? શરીરની જરૂરીયાત અનુસાર કરો સેવન

Apple: સફરજન એવું ફળ છે જેને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે. સફરજન ખાનાર વ્યક્તિને ડોક્ટર પાસે જવું પડતું નથી. એટલે કે જે સફરજન ખાય છે તે બીમાર પડતા નથી. માર્કેટમાં ત્રણ પ્રકારના સફરજન જોવા મળે છે. તેમાંથી કયા સફરજન ખાવાથી વધુ લાભ થાય આજે તમને જણાવીએ.

Apple: લાલ, લીલું કે પીળું, કયું સફરજન સૌથી વધારે પૌષ્ટિક ? શરીરની જરૂરીયાત અનુસાર કરો સેવન

Apple: સફરજન સુપર ફૂડ છે જેને ખાવાથી શરીર નિરોગી અને તંદુરસ્ત રહે છે. જોકે માર્કેટમાં ત્રણ અલગ અલગ પ્રકારના સફરજન જોવા મળે છે. જેમકે લાલ સફરજન, લીલા સફરજન અને પીળા સફરજન. આ ત્રણ રંગના સફરજન માંથી કયા સફરજન સૌથી વધારે પૌષ્ટિક હોય છે આજે તમને જણાવીએ. 

સ્વાસ્થ્ય નિષ્ણાંતો લાલ, પીળા અને લીલા સફરજન વિશે શું કહે છે આજે તમને જણાવીએ. આ ત્રણ પ્રકારના સફરજનમાં ફક્ત કલર અને સ્વાદનો જ ફરક હોય છે કે પછી તેમાં રહેલા પોષક તત્વો પણ અલગ અલગ હોય છે ચાલો જાણીએ. 

લીલા સફરજન 

લીલા સફરજન પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ સફરજનમાં સુગર ઓછી અને ફાઇબર વધારે હોય છે. આ સફરજન એવા લોકો માટે બેસ્ટ છે જેઓ વજન ઘટાડવા માંગતા હોય. આ સફરજનમાં વિટામિન એ અને સી વધારે માત્રામાં હોય છે. લીલું સફરજન શરીરને હાનિકારક ફ્રી રેડીકલ્સ સામે લડવામાં મદદ કરે છે. તે પાચનને સુધારે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. 

લાલ સફરજન 

માર્કેટમાં સૌથી વધારે લાલ સફરજન જોવા મળે છે અને લોકો આ સફરજન વધારે ખરીદે છે. લાલ સફરજનનો સ્વાદ મીઠો હોય છે અને તેમાં પોટેશિયમ, વિટામિન સી અને ફાઇબર વધારે હોય છે. લાલ સફરજનમાં ફ્લેવોનોઈડ્સ નામનું એન્ટિઓક્સિડન્ટ હોય છે. જે હાર્ટની બિમારી અને કેન્સર જેવી બીમારીમાં બચાવ કરવામાં મદદ કરે છે. આ સફરજન એવા લોકો માટે સારું છે જે ઇમ્યુનિટી વધારવા માંગે છે. 

પીળા સફરજન 

પીળા રંગના સફરજનમાં વિટામીન એ સૌથી વધારે હોય છે જે આંખ માટે ફાયદાકારક છે. તેમાં પર્યાપ્ત માત્રામાં પોટેશિયમ પણ હોય છે જે હૃદયનું સ્વાસ્થ્ય પણ સુધારે છે. પીળા સફરજનનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે અને શરીરમાં બેલેન્સ જળવાઈ રહે છે. 

કયું સફરજન સૌથી વધારે પૌષ્ટિક? 

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર લાલ પીળા અને લીલા એમ ત્રણેય પ્રકારનાં સફરજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ ત્રણેય સફરજનની પોતાની અલગ ખાસિયત છે. વ્યક્તિએ તેના શરીરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સફરજનને પસંદ કરવા જોઈએ. જેમકે જે લોકોની ઇમ્યુનિટી નબળી હોય તેમણે લાલ સફરજન ખાવા જોઈએ. પીળા સફરજન હૃદય અને આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news