Home Remedies: ખાટા ઓડકાર આવતા હોય તેણે ખાવી આ 5 વસ્તુઓ, તુરંત મળે છે રાહત

Home Remedies: કેટલાક લોકોને જમ્યા પછી વારંવાર ખાટ્ટા ઓડકાર આવે છે. ઘણા લોકોને ખાટા ઓડકાર સાથે બદબો અને વાંસ પણ અનુભવાય છે. કેટલાક લોકોને ઓડકાર આવ્યા પછી મોઢામાં ખાટું પાણી આવી જતું હોય છે જેના કારણે છાતીમાં બળતરા થાય છે. 

Home Remedies: ખાટા ઓડકાર આવતા હોય તેણે ખાવી આ 5 વસ્તુઓ, તુરંત મળે છે રાહત

Home Remedies: જમ્યા પછી ઓડકાર આવે તે સામાન્ય છે. પરંતુ કેટલાક લોકોને જમ્યા પછી વારંવાર ખાટ્ટા ઓડકાર આવે છે. ઘણા લોકોને ખાટા ઓડકાર સાથે બદબો અને વાંસ પણ અનુભવાય છે. કેટલાક લોકોને ઓડકાર આવ્યા પછી મોઢામાં ખાટું પાણી આવી જતું હોય છે જેના કારણે છાતીમાં બળતરા થાય છે. 

આ પ્રકારના ઓડકાર આવવા પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોય છે. જેમકે વધારે મસાલેદાર કે તળેલું ભોજન ખાધું હોય તો આવા ઓડકાર આવે છે. જે લોકોને આ પ્રકારની સમસ્યા હોય તેમણે કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી આ સમસ્યાથી છુટકારો મેળવવો જોઈએ. આજે તમને પાંચ એવી વસ્તુ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી ખાટા ઓડકારની સમસ્યા દૂર થઈ શકે છે. 

ઘરગથ્થુ ઉપચાર

1. પેટ સંબંધિત સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે વરીયાળી ઉપયોગી સાબિત થાય છે. વરીયાળી ખાવાથી પાચન એન્જાઈમનું ઉત્પાદન વધે છે. જેનાથી ભોજન પચાવવામાં મદદ મળે છે. વરીયાળી ખાવાથી ગેસ, ખાટા ઓડકારથી પણ રાહત મળે છે. જે લોકોને વારંવાર ખાટ્ટા ઓડકાર આવતા હોય તેમણે પાણીમાં વરીયાળી ઉકાળીને તે પાણી પીવું જોઈએ. 

2. ખાટા ઓડકારની સમસ્યા મટાડવા માટે આદુ પણ ઉપયોગી છે. આદુમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે. તે પાચનતંત્રને શાંત કરે છે અને ખાટા ઓડકારથી રાહત આપે છે. તેના માટે એક ચમચી આદુનો રસ પાણીમાં મિક્સ કરીને પી લેવો જોઈએ. 

3. સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો જીરાના પાણીનું સેવન પણ કરી શકાય છે. જીરા નું પાણી પીવાથી એસિડિટી પણ મટે છે અને ખાટા ઓડકાર આવતા પણ બંધ થઈ જાય છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરૂ ઉમેરી ઉકાળો. આ પાણી ઠંડુ થઈ જાય પછી તેને પી લેવું. 

4. હિંગ પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. પેટમાં દુખાવો અને ખાટા ઓડકારની સમસ્યા હોય તો હિંગ ઉપયોગી સાબિત થાય છે. તેના માટે હુંફાળા પાણીમાં એક ચપટી હિંગ ઉમેરીને પાણી પી જવું. તેનાથી ગેસ અને એસિડિટી તુરંત મટી જશે અને ખાટા ઓડકાર પણ બંધ થશે. 

5. ખાટા ઓડકારની સમસ્યા તુરંત દૂર કરવી હોય તો ફુદીનાના પાનનું સેવન કરો. એક કપ પાણીમાં થોડા ફુદીનાના પાન ઉકાળી આ પાણી પી જવાથી પણ રાહત મળે છે. ફુદીનાના પાન ચાવીને ખાવાથી પણ ખાટા ઓડકાર આવતા બંધ થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news