આંખો જ જતી રહેશે તો શું કરશો! ‘ડ્રાય આઈ’ના દર્દીઓ ટપોટપ વધ્યાં, કેમ સૂકાઈ રહી છે આંખો જાણો

Dry Eyes syndrome: બાળકોમાં કેમ વધી રહી છે ડ્રાય આઈની સમસ્યા ? ડ્રાય આઈની સમસ્યાને હાલ નહિ સમજો તો તેના ગંભીર પરિણામો આવી શકે છે

આંખો જ જતી રહેશે તો શું કરશો! ‘ડ્રાય આઈ’ના દર્દીઓ ટપોટપ વધ્યાં, કેમ સૂકાઈ રહી છે આંખો જાણો

Dry eyes in kids: આંખો સૂકાઈ જવી આજકાલ મોટાભાગના લોકોમાં કોમન બની રહ્યું છે. આંખો ધુંધળી થઈ જવાની સમસ્યા તેજીથી લોકોમાં રહી છે. ત્યારે તમને જણાવી દઈએ કે, ડ્રાય આઈની સમસ્યા પૃથ્વી પર ભવિષ્યની સૌથી મોટી બીમારી બની શકે છે. ભાગદોડ ભરી લાઈફમાં અને પોલ્યુશનને કારણે લોકોની આંખ સૂકાઈ રહી છે. આ સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરીને બાળકોમાં તે ઝડપથી ફેલાઈ રહી છે. તો બીજી તરફ મોબાઈલ અને લેપટોપના વધુ પડતા ઉપયોગને કારણે ડ્રાય આઈ મોટી સમસ્યા બનીને ઉભરી છે. 

ઈન્ડિયન જનરલ ઓફ ઓપ્થેમોલોજીના 2018 ના રિપોર્ટ અનુસાર, ઉત્તર ભારતના 32 ટકા લોકો ડ્રાય આઈથી પીડિત હાત. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઓપ્થેમોલોજીના ડાયરેક્ટર ડો.શ્રીકાંત કેલકરના જણાવ્યા અનુસાર, કોરોના પહેલા 3% બાળકો ડ્રાય આઈના શિકાર હાત. પરંતુ કોરોના બાદ લગભગ 67% બાળકોમાં ડ્રાય આઈની સમસ્યા આવી રહી છે. આ તો રહ્યો ઉત્તર ભારતનો રિપોર્ટ, પરંતુ દેશ આખામાં હવે આ સમસ્યા સામે આવી રહી છે. 

આંખો કેમ સૂકાઈ જાય છે
ડ્રાય આઈ સિન્ડ્રોમ બાળકોની રોજની ગતિવિધિઓ જેમ કે, વાંચવું, કમ્પ્યૂટરનો ઉપયોગ કરવો, ખેલવું વગેરે ચેલેન્જિસ બનાવી શકે છે. ક્યારેક આંખમાં બળતરા થવી, ખંજવાળ આવવી, આંખો ખેંચાવવી, ક્લાસમાં ધ્યાન કેન્દ્રિત થવામાં સમસ્યા થઈ શકે ચે. તમારા બાળકોની આંખોમાં સૂકાપણું અનેક કારણોસર આવી શકે છે. જે આ મુજબ છે

  • ગંભીર એલર્જિ અને સૂકાપણું આક્રમક એન્ટીહિસ્ટામાઈનને કારણે બની શકે છે
  • કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી
  • ક્યારેક ક્યારેક કન્જક્ટીવાઈટિસ પણ આંખના સૂકવાનું કારણ બની શકે છે
  • ન્યૂટ્રીશનની ઊણપ
  • સ્માર્ટફોન અને અન્ય ડિજીટલ ઉપરકરણોનો વધુ પડતો ઉપયોગ 

આ પણ વાંચો : મંગળવારે અમંગળ : લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 3 લોકોને કાળ ભરખી ગયો 

ડ્રાય આઈના આ છે લક્ષણો

  • વારંવાર આંખની પાંપણો સતત ઝપકાવવી
  • આંખોની આસપાસ લાલ થવું
  • સતત આંખ મળવી
  • લાઈટથી દૂર ભાગવું
  • આંખોની પાસે બળતરા કે સોંય ભોંકાતી હોય તેવું અનુભવાવું
  • વાંચવામાં તકલીફ થવી, ડિજીટલ ઉપકરણો પર કામ કરવામાં તકલીફ થવી

આ પણ વાંચો : શક્તિપીઠ બહુચરાજી મંદિર માટે લેવાયો મોટો નિર્ણય, મંદિરના શિખરને 56 ફૂટ ઊંચે લઈ જવાશે

ઘરેલુ ઉપાયથી બચાવો આંખોને

  • આંખોમાં બળતરા પેદા કરનારા પદાર્થોથી આંખોને બચાવો
  • તડકામાં બાળકોને ચશ્મા પહેરાવો
  • બાળકો બહાર નીકળેતો ટોપી પહેરાવો કે છત્રી લેવડાવો
  • આંખોને તડકો, હવા, ધૂળ અને ગંદકીથી બચાવો
  • બાળકો સૂઈ રહ્યાં હોય તો પંખાનો ઉપયોગ ન કરો
  • બાળક કોન્ટેક્ટ લેન્સ પહેરે છે તો તે રીવેટિંગ ડ્રોપ્સનો ઉપયોગ કરે તે ધ્યાન રાખો
  • રોજ સવારે લગભગ 5 મિનિટ બાળકોના આંખની પાંપણો પર ગરમ, નરમ કપડું રાખો. પછી પાંપણોની માલિશ કરો. આંખની પ્રાકૃતિક નરમાશ જાળવી રાખવામાં મદદ કરશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news