શુગર કંટ્રોલ કરવા વધારે કારેલા ખાશો તો કિડની થઈ જશે ખરાબ, વધારે સેવનથી થાય છે આ નુકસાન

Side Effects Of Karela: કારેલાનો ઉપયોગ સૌથી વધુ એ લોકો કરે છે જેમને ડાયાબિટીસ હોય છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે કારેલાને જો વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તેની વિપરીત અસર પણ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કારેલાનું વધુ પડતું સેવન કરવાથી શું નુકસાન થઈ શકે છે.

શુગર કંટ્રોલ કરવા વધારે કારેલા ખાશો તો કિડની થઈ જશે ખરાબ, વધારે સેવનથી થાય છે આ નુકસાન

Side Effects Of Karela: કારેલાનું નામ આવતા ઘરમાં ઘણા લોકોનું મોં બગડી જાય લાગે છે. કારણ કે કારેલા સ્વાદમાં ખૂબ જ કડવા હોય છે. આ કારણે બધા જ લોકો તેને ખાવાનું પસંદ કરતા નથી. પરંતુ જો સ્વાદને મહત્વ આપવામાં ન આવે તો કારેલા ખૂબ જ ગુણકારી વસ્તુ છે. કારેલા પૌષ્ટિક તત્વોથી ભરપુર શાક છે અને તેને ખાવાથી શરીરને લાભ પણ થાય છે. કારેલા ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ દુર થઈ જાય છે. 

કારેલાનો ઉપયોગ સૌથી વધુ એ લોકો કરે છે જેમને ડાયાબિટીસ હોય છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે કારેલાને જો વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તેની વિપરીત અસર પણ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કારેલાનું વધુ પડતું સેવન કરવાથી શું નુકસાન થઈ શકે છે.

કારેલા ક્યારે ખાવાથી થાય છે નુકસાન

આ પણ વાંચો:

પૌરુષત્વ વધારવાથી માટે શેકીને ખાવું લસણ, ખાવાથી પેટ પણ રહેશે સાફ અને હાર્ટ હેલ્ધી
 
1.  જે લોકો ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત છે તેઓ જો કારેલાના રસનું સેવન કરે તો નુકસાન થાય છે. કારણ કે તેનાથી અચાનક બ્લડ સુગર ઘટી શકે છે, જેના કારણે નબળાઈ આવી શકે છે અને ચક્કર આવે છે.

2.  સગર્ભા સ્ત્રીઓએ પણ કારેલાનું સેવન ટાળવું જોઈએ કારણ કે તે ગર્ભમાં ઉછરી રહેલા બાળકના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.

3.  કારેલામાં ઓક્સાલેટ ભરપૂર માત્રામાં હોય છે તેથી જે લોકો તેનું સેવન કરે છે તેમને પથરીની સમસ્યા થઈ શકે છે. 

કારેલાને કેવી રીતે હેલ્ધી બનાવવા?

જો તમે કારેલામાં રહેલી કડવાશ અને તેનાથી થતા નુકસાનથી બચવા માંગો છો તો તેના માટે તેને આ રીતે પકાવવું. સૌથી પહેલા કારેલાને સારી રીતે ધોઈ તેના બીજ કાઢી લેવા. કારણ કે તેના બી ખૂબ જ કડવા હોય છે. ત્યારબાદ તેમાં મીઠું લગાડી થોડીવાર રાખો. ત્યારબાદ તેમાંથી પાણી કાઢી તેનો ઉપયોગ કરવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news