Gallbladder Stone: પેટમાં ગયાની સાથે પથરી બની જાય આ 4 વસ્તુઓ, પછી માત્ર ઓપરેશન જ ઈલાજ, ખાતા પહેલા 1000 વાર વિચારજો
Gallbladder Stone Causes: ગોલ બ્લેડર જેને પિત્તની થેલી પણ કહેવાય છે તે પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. પિત્તની થેલી લીવરની નીચે હોય છે. પિત્તની થેલીમાં પથરી થવાનું જોખમ 4 વસ્તુઓ વધારે છે. આ 4 વસ્તુઓ એવી છે જે પેટમાં ગયાની સાથે પિત્તની થેલીમાં પથરી બની જાય છે.
Trending Photos
Gallbladder Stone Causes: પિત્તની થેલીમાં પથરીની સમસ્યા હોય તો માત્ર ઓપરેશન જ તેનો ઈલાજ છે. એટલે કે આ સમસ્યાને દુર કરવી હોય તો ફક્ત ઓપરેશનથી જ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે પિત્તની થેલીમાં પથરીની સમસ્યા ખાન-પાનમાં કરેલી ભૂલના કારણે થાય છે. કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી ગોલ બ્લૈડર સ્ટોનનું જોખમ વધી જાય છે. તેથી આવી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ. આજે તમને એવા 4 ફૂડ વિશે જણાવીએ જે ખાવાથી પિત્તની થેલીમાં પથરી બને છે.
આ 4 ફુડ વધારે છે પથરીનું જોખમ
ફેટી ફૂડ
વધારે માત્રામાં ફેટથી સમૃદ્ધ વસ્તુઓ ખાવાથી પિત્તની થેલીમાં પથરી બનવાનું જોખમ અનેક ઘણું વધી જાય છે. આવી વસ્તુમાં તળેલા નાસ્તા, ફાસ્ટ ફૂડ, ઝંક ફૂડ અને હેવી ક્રીમનો સમાવેશ થાય છે.
રિફાઇન્ડ કાર્બ
રિફાઇન્ડ કાર્બ જેમ કે સફેદ બ્રેડ, પાસ્તા, રિફાઈંડ કાર્બોહાઈડ્રેટ્સનું સેવન કરવાથી પણ પિત્તની થેલીમાં પથરી બની શકે છે. લાંબા સમય સુધી નિયમિત આવી વસ્તુઓ ખાવાથી પિત્તની થેલીમાં પથરી બનવાનું જોખમ અનેક ગણું વધી જાય છે.
સુગર ડ્રીંક
વધારે માત્રામાં સુગર ડ્રીંક અથવા તો કોલ્ડ ડ્રિંક પીવાથી પણ પથરી બને છે. વધારે માત્રામાં ખાંડવાળા પીણા પીવાથી શરીરમાં ઇન્સ્યુલિન લેવલ વધે છે અને તે પથરીનું કારણ પણ બની શકે છે.
ડેરી પ્રોડક્ટ
ડેરી પ્રોડક્ટમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે. ડેરી પ્રોડક્ટ વધારે માત્રામાં લેવાથી પિત્તની થેલીમાં પથરીની સમસ્યા થઈ શકે છે. આ ડેરી પ્રોડક્ટમાં ફુલ ફેટ વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમકે આઈસ્ક્રીમ, ચીઝ, ફુલ ફેટ મિલ્કથી પથરી થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે