તમારો એક વોટ ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે! આ લિંક પર જઈને ગુજરાતને જીતાડો
Vote Fore Gujarat's Tableau : પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતનો ખાસ ટેબ્લો છવાયો...આનર્તપુરથી એક્તાનગરની ઝાંખીના ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ....અર્વાચીનથી આધુનિક ગુજરાતના થયા દર્શન.... દિલ્હીમા કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમા ગુજરાતને ટેબ્લોને વિજેતા બનાવવા માટે વોટીંગ શરૂ
Trending Photos
Republic Day Parade : 26મી જાન્યુઆરી, 2025ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ''કર્તવ્ય પથ'' ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા.
મિત્રો, ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : “ગુજરાત: આનર્તપુરથી એકતાનગર સુધી–વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ"ને આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ !
#RepublicDay🇮🇳: Gujarat's tableau showcased during the 76th #RepublicDay Parade on Kartavya Path, in Delhi
The tableau of Gujarat with the theme ‘Anartpur to Ekta Nagar - Virasat Bhi, Vikas Bhi' depicts how Gujarat has touched the horizon of development while preserving its… pic.twitter.com/kAUrcWSEsz
— ANI (@ANI) January 26, 2025
આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવામાં સહયોગ આપો.
આ રીતે કરી શકો છો આપ વોટિંગ. અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :
- https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-and-marching...
- ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 05 (પાંચમાં ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.
- નીચે લીલા બટનમાં Log in to Participate છે દબાવો
- ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો
- જેથી તમને એક OTP પ્રાપ્ત થશે
- આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.
- SMS થી વોટિંગ કરવા માંગતા હોવ તો નીચેની પદ્ધતિનો અમલ કરો :
SMS થી વોટિંગ કરવા આટલું કરો :
SMS Syntax: MYGOVPOLL<space>357037<comma>5
Send to 7738299899
વોટિંગ લાઈન તા.26 જાન્યુઆરી, 2025 રાત્રે 12:00 વાગ્યા સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવીએ.
ગુજરાતના ટેબ્લોમાં શું છે ખાસ
આ વર્ષે 76મા પ્રજાસત્તાક દિનની પરેડમાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 16 ઝાંખીઓ મળીને કુલ 30 ટેબ્લોનું પ્રદર્શન થશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં “સ્વર્ણિમ ભારત: વિરાસત અને વિકાસ” શીર્ષક અંતર્ગત ગુજરાતની ઝાંખીમાં 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના ‘કીર્તિ તોરણ’થી લઈને 21મી સદીના અજાયબી સ્વરૂપ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાની સાથે સાથે સંરક્ષણ-ટેક્નોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’ના વિવિધ વિકાસના પ્રકલ્પોનું અસરકારક નિદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાતની ઝાંખીના આગળના ભાગમાં વડનગરમાં સ્થિત 12મી સદીના ગુજરાતના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર ‘કીર્તિ તોરણ’ છે, જે સોલંકી સમયગાળા દરમિયાન બંધાયું હતું, અને અંતે 21મી સદીનું ગૌરવ, 182મી સદીનું ગૌરવ છે. સરદાર પટેલની મીટર ઊંચી પ્રતિમા, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’. જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે