ખાનગી એપીએમસી V/s સરકારી એપીએમસી : કોના ભાવ સૌથી ઓછા, જાણી લો
Karnavati Agriculture Marketing Yard : રાજ્યના સૌથી મોટા ખાનગી શાક માર્કેટ યાર્ડ અને સરકારી યાર્ડના શાકભાજી ભાવમાં કેટલો ફરક છે જાણો
Trending Photos
India's First Private Agriculture Marketing Yard ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાતના સહકાર ક્ષેત્રમાં ખાનગી એપીએમસીનો પ્રવેશ થયો. જ્યારે કેન્દ્ર સરકારે કૃષી કાયદા બનાવ્યા હતા ત્યારે એવો દાવો થતો હતો કે દેશમાં ખાનગી માર્કેટ ઉભા થવાથી એક સ્પર્ધાત્મક વાતાવરણ ઉભુ થશે. ખેડૂતોને પોતાની પ્રોડક્ટ વેચવા માટે નવો વિકલ્પ મળશે અને ખેડૂતોને ઉત્પાદનના વધારે ભાવ મળશે. ગુજરાતમાં સૌ પ્રથમ ખાનગી એપીએમસીની શરુઆત થઇ જેમાં લીલા શાકભાજીના વેપાર માટે તખ્તો તૈયાર થયો છે. અમદાવાદના રીંગ રોડ પર રોપડા ગામે ભાજપના નેતાઓએ કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડના નામે શાકભાજીનુ માર્કેટ શરુ કર્યુ. જે 10 લાખ સ્કવેર ફૂટમાં પથરાયેલું છે. ખાનગી એપીએમસીથી ખેડૂતોને વધારે ભાવ મળવાનો દાવો કરવામાં આવ્યો હતો, શુ ખરેખર ખેડૂતોને વધારે ભાવ મળે છે જોઇએ આ રીપોર્ટમાં.
22 ફેબ્રુઆરી 2023 ના દિવસે કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડનું ઉદઘાટન થયુ. અમે કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટના 27 ફેબ્રુઆરીના અને સરકારી એપીએસમી જમાલપુરના 27 ફબ્રુઆરીના ભાવની તુલના કરી. જેમા માત્ર ગણીગાંઠી જણસીના ભાવ ખાનગી એપીએમસીમાં સામાન્ય વધારે રહ્યા, બાકી ભાવ નીચા રહ્યાં.
27 ફેબ્રુઆરી 2023ના 20 કિલોના ભાવ
શાકભાજી | કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ | જમાલપુર એપીએમસી |
કોથમીર | 100-200 | 120-200 |
મેથી | 160-240 | 100-240 |
ગાજર | 180-240 | 220-260 |
બીટ | 200-260 | 160-260 |
આદુ ં | 1100-1200 | 960-1100 |
લીંબુ | 1100-1200 | 800-1500 |
મરચા ગોલર | 240-500 | 300-400 |
મરચા દેશી | 240-640 | 300-700 |
તુરીયા | 240-700 | 200-800 |
ગીલોડા | 400-1300 | 400-1300 |
કારેલા | 700-1000 | 700-900 |
કાકડી | 200-400 | 100-400 |
ભીંડા | 1000-1100 | 900-1300 |
વટાણા | 240-480 | 240-500 |
તુવેર | 700-1100 | 700-1100 |
દુધી | 200-400 | 160-400 |
ટામેટા | 100-200 | 100-200 |
વાલોર | 160-300 | 120-400 |
ફ્લાવર | 160-300 | 160-300 |
કોબીજ 100-200 | 100-200 | 80-200 |
રવૈયા | 120-500 | 160-600 |
રીંગણ | 140-400 | 160-500 |
નો ભાવ સામે આવ્યો જેમાં આદુ તુવેરમાં મહત્તમ ભાવ સરકારી એપીએમસી થી એક કિલોએ 50 પૈસાથી એક રૂપિયો વધારે ભાવ મળ્યો એટલેકે એક મણનો ભાવ 50 રૂપિયાથી 100 રૂપિયા વધારે મળ્યો. ફ્લાવર ટામેટા ગીલોડાના દર બંને માર્કેટમાં સરખા ભાવે રહ્યાં. જ્યારે બાકીની જણસીમાં ખાનગી માર્કેટની સરખામણીએ એપીએમસી જમાલપુરના ભાવ 50 પૈસાથી માંડી 5 રૂપિયા સુધીના વધારે મળ્યા.
29 એપ્રીલ 2023 ના 20 કિલોના ભાવ
શાકભાજી | કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ | જમાલપુર એપીએમસી |
વટાણા | 240-480 | 240-500 |
તુવેર | 700-1100 | 700-1100 |
દુધી | 100-140 | 100-500 |
ટામેટા | 120-500 | 80-240 |
વાલોર | આવક નથી | 300-700 |
ફ્લાવર | 160-480 | 200-500 |
કોબીજ 100-200 | 160-240 | 80-200 |
રવૈયા | 240-300 | 140-600 |
રીંગણ | 140-500 | 80-300 |
આટલા શાકભાજીના ભાવ સામે આવ્યો છે. કર્ણાવતી માર્કેટ યાર્ડમાં એક માત્ર આદુનો ભાવ જમાલુપર એપીએસમી કરતાં વધારે જોવા મળ્યો. કર્ણાવતી અગ્રીકલ્ચર માર્કેટમાં વેપાર કરતા વેપારીઓ આધુનિક માર્કેટના વખાણ કરી રહ્યાં છે. જો કે માત્ર હોલસેલર વેપારી જ અહી જોવા મળે છે, એવા કેટલાક ગણ્યા ગાંઠ્યા ખેડૂતો અહી જણસી વેચી રહ્યા છે, જેઓ હોલસેલ વેપાર કરે છે. લાંબા સમયથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોનું કહેવુ છે કે શરૂઆતના બે દિવસ કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટમાં શાકભાજીના વેચાણ માટે ગયા હતા. જોકે ત્યાં પુરતા ભાવ અને યોગ્ય ગ્રાહકો ન મળતાં ફરી તેઓ કમોડ એપીએમસી અને જમાલપુર એપીએમસીમાં પરત ફર્યા છે. કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટની સરખાણીએ સરકારી એપીએમસીમાં ઉંચા અને યોગ્ય ભાવ મળતો હોવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે.
કર્ણાવતી એપીએમસી માર્કેટમાં જથ્થાબંધ શાકભાજીની ખરીદી કરી અમદાવાદ બહાર કે રાજ્ય બહાર શાકભાજી મોકલતા વેપારીઓ વેપાર કરી રહ્યા છે. એટલે આ માર્કેટ હોલસેલનુ માર્કેટ બનીને રહી જતુ દેખાઇ રહ્યુ છે. સરકારી એપીએમસીની સરખામણી ખૂબ ઓછા ખેડૂત કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટમાં પોતાની જણસીનું વેચાણ કરવા જતા હોય તેવુ જણાઇ રહ્યુ છે.
ખેત પેદાશો માટે ખાનગી માર્કેટ હોય તો ખેડૂતોને સારા ભાવ મળે તે વાત નો છેદ ઉડતો હોય એવુ સ્પષ્ટ દેખાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે