ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ આપઘાત કર્યો

Online Game Suicide : ઓનલાઇન ગેમ રમવાની લ્હાયમાં વડોદરાના યુવકે જીવ ગુમાવ્યો : મોત પહેલા લાંબી લચક સ્યૂસાઈડ નોટ છોડી 
 

ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ આપઘાત કર્યો

Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : ઓનલાઇન ગેમ રમવામાં દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધો છે. એકનો એક મોભી ગુમાવ્યો હોય પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા હતા.જ્યારે સ્યુસાઇડ નોટ મળી આવતા ગોરવા પોલીસે આ અંગે મૃતદેહને પીએમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. લખેલી સ્યૂસાઇડ નોટમાં લોન ભરપાઈ કરી દીધી છે તેમ છતાં કેટલાક શખ્સો સોશિયલ મીડિયામાં બદનામ કરી દેવાની ધમકી સાથે ડોક્યુમેન્ટનો દૂર ઉપયોગ કરાયો હોવાનો ઉલ્લેખ કર્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના રિફાઇનરી રોડ ઉપર આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા 31 વર્ષીય મયુરભાઈ ઉમેશસિંહ મહિડા જીઓ ડાયનેમિક કંપનીમાં નોકરી કરતા હતા. જેઓને ઓનલાઇન ગેમ રમવાનો ખુબ જ શોખ હતો. આ ગેમ રમતા રમતા માયુરભાઈને દેવું થઈ જતા બાકી લેણદારોએ ઉઘરાણી શરૂ કરી હતી. જેથી માનસિક રીતે આવેશમાં આવી જઈ મયુર મહિઢાએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી.

બનાવ અંગે ગોરવા પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પોલીસે આપઘાત કરનાર મયુર મહિઢા પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે લોન ભરપાઈ કરી દીધી હોવા છતાં પણ કેટલાક ઈસમો તેને મોબાઈલ ફોન પર ધમકી આપી અને તેના ડોક્યુમેન્ટ નો દૂર ઉપયોગ કરવા સાથે સોશિયલ મીડિયામાં તેને બદનામ કરી નાખવાની પણ ધમકી આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

આ સમગ્ર મામલે ગોરવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી સ્યુસાઇડ નોટ કબ્જે કરી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news