જીગ્નેશ મેવાણીએ ફેંક્યો ખુલ્લો પડકાર - 'આ ચૂંટણીમાં ભાજપનો રગડો કાઢી નાખીશું'

સરહદી પંથકના મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આજે થરાદ ખાતે જાહેર સભાનું આયોજન કરાયું હતું. જ્યાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.

જીગ્નેશ મેવાણીએ ફેંક્યો ખુલ્લો પડકાર - 'આ ચૂંટણીમાં ભાજપનો રગડો કાઢી નાખીશું'

અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠાના થરાદ ખાતે લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સભા ગજવી હતી, જ્યાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સહિત અન્ય સમાજના લોકો સભામાં ઉમટી પડ્યા હતા. બનાસકાંઠા ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારો હાલ જોરશોરથી પ્રચાર કરી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે સરહદી પંથકના મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આજે થરાદ ખાતે જાહેર સભાનું આયોજન કરાયું હતું. જ્યાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ચૂંટણી સભા દરમિયાન ભાજપ અને RSSને આડે હાથ લીધી હતી. ભાજપ અને RSSમાં ના જોડાવા સમાજને અપીલ કરી હતી. સાથે સાથે પ્રતિજ્ઞા લેવડાવી કે આરએસએસની શાખામાં કોઈને જવું નહીં અને ભાજપને મત આપવા નહીં તેવી પ્રતિજ્ઞા લેવડાવમાં આવી હતી. 

જીગ્નેશ મેવાણીએ આક્રોશ કરતા કહ્યું કે દિલ્હીની સડકો ઉપર ખેડૂતો ભાજપ સરકારના કારણે બલિદાન આપવા મજબુર બન્યા અને જે બહેનો વિધવા થઈ એના મંગળસૂત્રની ચિંતા ભાજપ સરકારે ના કરી એ સરકારને પાડવી એ નાગરિક કર્તવ્ય સમજુ છું. આ આરએસએસ અને ભાજપની સરકાર સંપૂર્ણપણે દલિતો, આદિવાસી, ઓબીસી, એસટી, વિરોધી છે. આંબેડકર વિરોધી છે, બંધારણ વિરોધી છે અને અનામત વિરોધી છે.

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, જે પ્રમાણે ભાજપે દલિતોનું કાસળ કાઢવાનું નક્કી કર્યું છે તેમ અમે પણ આ ચૂંટણીમાં ભાજપનો રગડો કાઢી નાખીશું, આજે 5 હજાર દલિતોએ પ્રતિજ્ઞા લીધી કે જીવનમાં ભાજપને વોટ નહિ આપીએ અને આરએસએસની શાખામાં પગ નહિ મૂકીએ, રાવણનું પણ અભિમાન નથી ટક્યું તો ભાજપનું પણ નહીં ટકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news