દોઢ વર્ષની બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવતા ખળભળાટ! 34 વર્ષીય યુવકે કર્યું ગંદું કામ
અમદાવાદનાં વાડજમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. વાડજમાં એક લેબર કોલોનીમાં દોઢ વર્ષની બાળકી સાથે એક નરાધમે દુષ્કર્મ ગુજારતા આ મામલે ફરિયાદ નોંધાઈ છે. વાડજ વિસ્તારમાં એક શ્રમિક પરિવાર બાળકોનો ઘરે મુકીને મજૂરી કરવા માટે બહાર ગયું હતું.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: વધુ એક વખત હવસખોર હેવાનની ધરપકડ કરી છે. આરોપીએ માત્ર દોઢ વર્ષ દીકરી સાથે દુષ્કર્મ કર્યાની ઘટના બનતા વાડજ પોલીસ આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
અમદાવાદનાં વાડજમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. વાડજમાં એક લેબર કોલોનીમાં દોઢ વર્ષની બાળકી સાથે એક નરાધમે દુષ્કર્મ ગુજારતા આ મામલે ફરિયાદ નોંધાઈ છે. વાડજ વિસ્તારમાં એક શ્રમિક પરિવાર બાળકોનો ઘરે મુકીને મજૂરી કરવા માટે બહાર ગયું હતું અને થોડીવારમાં પિતા પરત ફરતા નાની દિકરી ઘરમાં ન દેખાતા આસપાસમાં તેની શોધખોળ કરી હતી.
જ્યાં દિકરી નજીકના એક ઘરની બહાર લોહી લુહાણ હાલતમાં મળી આવતા તપાસ કરતા તેની સાથે ત્યાં રહેતા પશ્ચિમ બંગાળના એક શ્રમિક યુવકે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ખુલ્યું હતું. આરોપીએ છેલ્લાં 2-3 દિવસથી ઘરે જ રહેતો હતો અને સોમવારે તેણે બાળકીને બિસ્કીટ ખવડાવવાનું કહીને પોતાના ઘરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે બાળકીને લોહી નિકળતા તે રડવા લાગતા તેને બહાર મુકી દીધી હતી.
આ અંગે વાડજ પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી નરાધમ યુવકની ધરપકડ કરી છે. આરોપીનુ નામ જય પંચનન હલદર અને તે પશ્ચિમ બંગાળનો હોવાનું ખુલ્યું હતું. આરોપી છેલ્લા ધણાં સમયથી અમદાવાદમાં રહેતો અને મજૂરી કરતો તે પોતે અપરિણીત છે. હાલ તો આ મામલે પોલીસે બાળકી અને આરોપીના મેડિકલ ટેસ્ટ કરાવી પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે