શક્તિપીઠ અંબાજીમાં ઉઘાડી લૂંટ થશે બંધ, માના દરબારમાં આવતા દર્શનાઆર્થીઓ માટે મોટો નિર્ણય

અંબાજી આવતા ભક્તોનો સૌથી મોટો પ્રશ્ન પાર્કિંગનો હોય છે. અંબાજીના વેપારીઓ દ્વારા પાર્કિંગના નામે થતી લૂંટથી સૌ કોઈ વાકેફ છે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટે એક મોટો નિર્ણય કર્યો છે, જેના કારણે હવે અંબાજી આવતા દર્શનાર્થીઓને પાર્કિંગની ઝંઝટમાંથી મુક્તિ મળશે. શું છે આ નિર્ણય?

શક્તિપીઠ અંબાજીમાં ઉઘાડી લૂંટ થશે બંધ, માના દરબારમાં આવતા દર્શનાઆર્થીઓ માટે મોટો નિર્ણય

Ambaji Temple: શક્તિપીઠ અંબાજી લાખો માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શન માટે આવે છે. પરંતુ અંબાજી આવતા ભક્તોનો સૌથી મોટો પ્રશ્ન પાર્કિંગનો હોય છે. અંબાજીના વેપારીઓ દ્વારા પાર્કિંગના નામે થતી લૂંટથી સૌ કોઈ વાકેફ છે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટે એક મોટો નિર્ણય કર્યો છે, જેના કારણે હવે અંબાજી આવતા દર્શનાર્થીઓને પાર્કિંગની ઝંઝટમાંથી મુક્તિ મળશે. શું છે આ નિર્ણય?

  • માના દરબારમાં આવતા દર્શનાઆર્થીઓ માટે મોટો નિર્ણય 
  • માઈભક્તોને સૌથી મોટી સમસ્યામાંથી મળશે છૂટકારો 
  • અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા
  • અંબાજીમાં વાહન પાર્કિંગમાં હવે કરાઈ ફાસ્ટેગની સુવિધા
  • અંબાજીના વેપારીઓ દ્વારા ચલાવાતી લૂંટથી મળશે આઝાદી

મા આદ્યશક્તિના દરબારમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થી શીશ ઝૂકાવા આવે છે. અંબાજી મંદિરનો જે રીતે સતત વિકાસ થઈ રહ્યો છે. તેના કારણે યાત્રાધામ અંબાજી વિશ્વફલક પર ચમકી રહ્યું છે. અંબાજી મંદિરના એક બાદ એક સારા નિર્ણયોથી માઈભક્તોમાં આનંદ છવાઈ રહ્યો છે. હવે વધુ એક નિર્ણય અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે કર્યો છે. દર્શને આવતા ભાવિક ભક્તો પાસેથી અંબાજીના ખાનગી પાર્કિંગના નામે આડેધડ ચાર્જ વસુલવામાં આવતો હતો. જેના કારણે ભક્તોમાં છૂપો રોષ જોવા મળતો હતો. પરંતુ હવે અંબાજી મંદિરે જ એક ખાસ પાર્કિંગની સુવિધા ઉભી કરી છે. અને આ પાર્કિંગને ફાસ્ટટેગથી સજ્જ કરાયું છે. જેના કારણે હવે દૂર દૂરથી આવતા યાત્રિકોને ઓછા ખર્ચે સારા પાર્કિંગની સુવિધા મળી રહેશે. 

દર્શનાર્થીઓ માટે નવી સુવિધા

  • પાર્કિંગની સૌથી મોટી સમસ્યામાંથી મુક્તિ
  • દર્શનાર્થીઓને મળી રહેશે સુવિધા યુક્ત પાર્કિંગ
  • મંદિર ટ્રસ્ટે પાર્કિગને ફાસ્ટેગથી કર્યા સજ્જ
  • હાલ એક પ્લોટને પાર્કિંગ માટે ફાળવવામાં આવ્યો 
  • વધુ 7 પાર્કિંગને ફાસ્ટેગથી કરાશે સજ્જ

હાલ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગમાં ફાસ્ટટેગની સુવિધા ઉભી કરાઈ છે. જેના કારણે વાહનો પાર્કિંગમાં પ્રવેશે અને પછી બહાર નીકળે ત્યારે નક્કી કરેલો 50 રૂપિયા ચાર્જ કપાઈ જાય છે. ફાસ્ટટેગને કારણે પાર્કિંગ માટે લાંબી લાઈનોમાંથી પણ મુક્તિ મળી જશે. એટલું જ નહીં, જો કોઈ વાહન ફાસ્ટટેગથી સજ્જ ન હોય તો પણ રોકડા 50 રૂપિયા ચુકવીને પોતાનું વાહન પાર્ક કરી શકે છે.

પાર્કિંગના આ દરની એક સ્લીપ પણ આપવામાં આવે છે. જેમાં વાહનના આવવાનો અને જવાનો સમય લખેલો હોય છે. તો પાર્કિંગમાં મુકેલા વાહનોને સંપૂર્ણ સુરક્ષા પણ રહે છે. કારણ કે પાર્કિંગને સંપૂર્ણ CCTVથી સજ્જ કરાયું છે. અંબાજી મંદિરમાં થોડા સમય પહેલા જ નિમણૂક કરાયેલા કાયમી વહીવટદાર અને અધિક કલેક્ટરના આ સારા નિર્ણયને સૌ કોઈ વખાણી રહ્યા છે. 

શું મળશે સુવિધા?

  • વાહનો પાર્કિંગમાં પ્રવેશે અને બહાર નીકળે ત્યારે 50 રૂપિયા કપાઈ જશે
  • ફાસ્ટેગને કારણે પાર્કિંગ માટે લાંબી લાઈનોમાંથી પણ મુક્તિ મળી જશે
  • કોઈ વાહન ફાસ્ટેગથી સજ્જ ન હોય તો રોકડા 50 રૂપિયા પણ ચુકવી શકાશે 
  • પાર્કિંગના દરની એક સ્લીપ પણ આપવામાં આવશે
  • વાહનના આવવાનો અને જવાનો સમય સ્લીપમાં લખેલો હોય છે

અંબાજી મંદિરમાં હાલે જે પાર્કિંગ શરૂ કરાયું તેમાં વધુમાં વધુ 80 વાહન પાર્ક કરી શકાય તેટલી મર્યાદા છે. પરંતુ યાત્રીકોને જે પ્રકારે અંબાજીમાં ધસારો રહે છે તેને જોતા વધુ 7 જેટલા પાર્કિંગ પણ આ પ્રકારે ફાસ્ટટેગથી સજ્જ કરવાનો અંબાજી મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે. આ તમામ પાર્કિંગ કાર્યરત થઈ ગયા બાદ દર્શને આવતા ભાવિક ભક્તોને મોટો લાભ થશે. અને દૂર દૂરથી આવતા દર્શનાર્થીઓને અંબાજીમાં જ સારુ સુવિધા મળી રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news