યુક્રેનથી આવેલા 2 વિદ્યાર્થી સોમનાથમાં શિશ નમાવવા પહોંચ્યા, કહ્યું-તિરંગાનું સાચુ મહત્વ અમે વિદેશી ધરતી પર જોયું
યુક્રેનથી વતન પરત ફરેલા બે વિદ્યાર્થીઓ સૌથી પહેલા સોમનાથને શિશ નમાવવા પહોંચ્યા હતા, તેના બાદ પોતાના ઘરે ગયા હતા
Trending Photos
- ગીર સોમનાથ જિલ્લાના વધુ બે વિદ્યાર્થી આવ્યા પરત
- યુક્રેનમાં ફસાયેલા બે વિદ્યાર્થીઓ પોતાના વતન આવ્યા
- યુક્રેનથી પાછા આવેલા બંને વિદ્યાર્થી સીધા સોમનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા
- સોમનાથ દાદાના આશીર્વાદ લઈને બંને વિદ્યાર્થી પરિવારને મળ્યા
- કેન્દ્ર સરકારે તેમને કરેલી મદદ બદલ માન્યો આભાર
- સુજલ મહેતા અને વિરાજ બામણીયા ફસાયા હતા યુક્રેનમાં
હેમલ ભટ્ટ/સોમનાથ :યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં જે ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે તેમને પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું છે. જે હેઠળ ઘણા વિદ્યાર્થીઓ પોતાના વતન પરત આવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ જંગનો ભયાનક મંજર જોઈને પરત આવ્યા હોવાથી તેમના માટે તે મોત સામે જંગ જીતવા જેવુ છે. ત્યારે યુક્રેનથી વતન પરત ફરેલા બે વિદ્યાર્થીઓ સૌથી પહેલા સોમનાથને શિશ નમાવવા પહોંચ્યા હતા, તેના બાદ પોતાના ઘરે ગયા હતા.
ગીર સોમનાથ જિલ્લાના વધુ બે વિદ્યાર્થીઓ યુક્રેનથી સહી સલામત પરત ફર્યાં છે. ત્યારે સુજલ મહેતા અને વિરાજ બામણીયા યુક્રેનથી સીધા સોમનાથ મહાદેવ પહોંચ્યા હતા. સોમનાથ દાદાના આશીર્વાદ બાદ પરિવારજનોને મળ્યા હતા. તેઓના મતે ભગવાન સોમનાથ કેન્દ્રની મોદી સરકાર સહિતના પ્રયાસોને લઈને અમે સહી-સલામત ઘરે પહોંચી શક્યા છીએ. ભારતીય તિરંગો વિશ્વમાં ગૌરવ સ્થાપિત કરી ચુક્યો છે.
યુક્રેનમાં ફસાયેલા ગીર સોમનાથ જિલ્લાના સુજલ મહેતા અને વિરાજ બામણીયા ગઈકાલે યુક્રેનથી પરત ફરીને સીધા સોમનાથ પહોંચ્યા હતા. તેઓએ ગદગદ સ્વરે કહ્યું હતું કે, ભારતીય તિરંગાનું સાચું મહત્વ અમે વિદેશની ધરતી પર અનુભવ્યું છે. આકાશમાં ઉડતા ફાઈટર પ્લેનો સામે તિરંગો બતાવતા તેઓ અમારા પર હુમલો નહોતા કરતા. રશિયા કે યુક્રેન બંનેની સેના અને પોલીસ અમારી માટે વિશેષ વ્યવસ્થા કરી આપતી હતી. ભારતીય ત્રિરંગો અમારી સાથે પાકિસ્તાની અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ માટે પણ રક્ષા કવચનું કાર્ય કરે છે. અત્યારે યુક્રેનમાં લોકો પોતાના દેશનો ધ્વજ ઉઠાવતા ડરી રહ્યા છે, પણ ભારતીય ત્રિરંગો શાનથી દેશની ગૌરવ ગાથા પ્રસિદ્ધ કરી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે