મચ્છુ જળ હોનારતના 45 વર્ષ; એક ઝાટકે મોરબી ફેરવાયુ હતું સ્મશાન ભૂમિમાં, હકીકત જાણીને છૂટી જશે કંપારી
મોરબી હોનારતની તારીખ હોવાથી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે મોરબીમાં મૌન રેલી યોજાઇ હતી જેમાં ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Trending Photos
હિમાશું ભટ્ટ/મોરબી: મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે 45 વર્ષ પુરા થઇ ગયા છે જો કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી. અને મોરબી હોનારતની તારીખ હોવાથી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે મોરબીમાં મૌન રેલી યોજાઇ હતી જેમાં ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
11 મી ઓગસ્ટ 1979 ના દિવસને મોરબીમાં 45 વર્ષ પહેલા મચ્છુ-૨ ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું. જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા. અને મચ્છુ-૨ ડેમનો એક બાજુનો માટીનો પાળો તૂટવાથી જળપ્રલયની ભયાનક ઘટના સર્જાઈ હતી જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે.
જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી. અને પરંતુ હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા. જેથી દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે, હોનારતના કાળા દિવસને યાદ કરે છે.
મોરબી પાલિકા કચેરીથી મણિમંદિર પાસે મૂકવામાં આવેલ દિવંગત આત્માઓની ખાંભી સુધીની દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે પણ મૌન રેલી યોજાઇ હતી જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથારિયા, કલેક્ટર કે.બી. ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારી અને કર્મચારી રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના હાજર રહ્યા હતા અને દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે