આ વર્ષે ભાવાંતર યોજના લાગુ કરવી શક્ય નથીઃ કૃષિપ્રધાન આરસી ફળદુ

ઉપરાંત ખેડૂતોની આત્મહત્યા મુદ્દે તેમણે કહ્યું કે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ ઓછું છે. 
 

 આ વર્ષે ભાવાંતર યોજના લાગુ કરવી શક્ય નથીઃ કૃષિપ્રધાન આરસી ફળદુ

રાજકોટઃ રાજકોટમાં માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ ભાવાંતર યોજના લાગુ કરવાની માગ કરી છે. જેને લઈને કૃષિમંત્રી આરસી ફળદુએ નિવેદન આપ્યું છે. કૃષિમંત્રીએ કહ્યું કે ચાલુ વર્ષે ભાવાંતર યોજનાની માગણી સ્વીકારવી શક્ય નથી છે. ભાવાંતર યોજના લાગું કરવા માટે વિધિવત માળખુ ઊભું કરવું પડશે અને ત્યાર બાદ આ યોજના લાગુ કરી શકાય. મધ્યપ્રદેશમાં ભાવાંતર યોજના અમલી છે તે અંગે વાત કરતા તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં અલગથી વ્યવસ્થા કરાયેલી છે. પરંતુ ગુજરાતમાં આવી વ્યવસ્થા અત્યારે નથી. તેથી આગામી દિવસોમાં આ યોજનાની વિચારણા કરાશે. પરંતુ હાલમાં તો ટેકાના ભાવની પદ્ધતિ રાજ્યમાં સારી રીતે ચલાવી રહ્યા છીએ.

આ ઉપરાંત ખેડૂતોની આત્મહત્યા મુદ્દે તેમણે કહ્યું કે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ ઓછું છે.  ખેડૂતોના પાયાના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે રાજ્ય સરકાર પ્રયાસશીલ છે. મગફળીની ખરીદી પણ તેમણે કહ્યં કે નાફેડની આગેવાની હેઠળ મગફળીની ખરીદી કરવામાં આવશે.  તે દિવસે ખેડૂત માલ વેચે તે જ દિવસે તેને પૈસા મળી જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news