સાબરકાંઠામાં 3 વર્ષની બાળકી પર થયું દુષ્કર્મ, ઉશ્કેરાઇને ગામ લોકોએ કરી આગચંપી

હિંમતનગરના ગાંભોઇ ગામે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી ફેકી દીધી, ઉશ્કેરાયેલા ગામલોકોએ 3 કાર અને 2 બાઇકમાં કરી આગ ચંપી 
 

સાબરકાંઠામાં 3 વર્ષની બાળકી પર થયું દુષ્કર્મ, ઉશ્કેરાઇને ગામ લોકોએ કરી આગચંપી

દેવ ગોસ્વામી/હિમતનગર:  હિમતનગરનાં ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભાવપૂર ગામ નજીક અનુપમ સિરામિકમાં કામ કરતા વર્કરએ ૩ વર્ષની બાળકીના રોડ સાઈડ આવેલી અવાવરું જગ્યા એ લઇ જઈ દુષ્કર્મ આચરી બાળકીને ત્યાં ફેકી નાસી ગયો હતો. બાળકીની શોધાખોળ કરતા પણ તેની કોઇ ભાળ ન મળતા પરિવારે ગાંભોઈ પોલીસને જાણ કરતા ગાંભોઈ પોલીસના પી.એસ.આઈએ ત્તાત્કાલિત તપાસ શરૂ કરી હતી. શોધખોળ કરતા બાળકી અનુપમ સિરામિકની સામેની સાઈડે અવાવરું જગ્યા એ થી મળી આવતા તેને ત્તાતકાલિત ગાંભોઈ સિવિલ ત્યારબાદ હિમતનગર અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાઈ હતી. તાત્કાલિત સારવાર મળી જતાં હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું પોલીસ જણાવી રહી છે. જ્યારે ગાંભોઈ પોલીસે ગણતરીની મીનીટોમાં જ આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

himmaynagar-Rap

દુષ્કર્મની જાણ થતા ગામ લોકો વિફર્યા, કરી આંગચંપી 
ફૂલ જેવી બાળકી ઉપર દુષ્કર્મ આચરાતા આજુબાજુનાં ગામલોકો વિફર્યા હતા. અનુપમ સિરામિકમાં રહેતા બિહારીએ દુષ્કર્મ આચરતા જોત જોતામાં મોટું ટોળું એકઠું થઇ જતા અનુપમ સિરામિકમાં પાર્ક કરેલી ૩ કાર અને 2 બાઈક અને વર્કરોને રહેવાનાં ઓરડીઓમાં આગ લગાવી હતી. જોત જોતામાં મામલો તંગ બની ગયો હતો. ત્યારબાદ જીલ્લાની એસ.ઓ.જી, એલ.સી.બી ,ડીવાય.એસ.પી ,પીઆઈ, પી.એસ.આઈ સહિતનો પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. વાત વધુ વણસે ત્યાં સુધીમાં પોલીસે સમગ્ર મામલો થાળે પાડવા એકઠા થતા ટોળાને વિખેરી નાખ્યું હતું. જેથી પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ હતી. સાથે ટોળામાં હલ્લો કરતા 5થી વધુ લોકોને અટક કરી અજ્ઞાત સ્થળે મોકલાયા હતા. હાલ મોટી સંખ્યામાં પોલીસ કાફલાએ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે મામલો ગરમ જોઈ અનુપમ સિરામિકના માલિક સહીત બીજો સ્ટાફ પણ ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news