ટોળાએ ચોરને પકડીને માર્યો ઢોર માર, પોલીસે ચોર અને માર મારનાર તમામની ધરપકડ કરી
Trending Photos
* ગાયકવાડ હવેલી પોલીસ અલગ અલગ બે ફરિયાદ નોંધી
* પહેલી ફરિયાદ બે શખ્સો સામે ચોરી ના પ્રયાસ ની નોંધી
* બીજી ફરિયાદ માર મારવો અને વિડીયો વાયરલ માં નોંધી
* માર મારો અને વિડીયો વાયરલ કેસમાં ચાર શખ્સોની ધરપકડ કરી
ઉદય રંજન/અમદાવાદ: શહેરના સોશિયલ મીડિયામાં બે લોકોને માર મારી અને થાંભલા સાથે બાંધી રાખેલા બે શખ્સોના વિડીયો વાયરલ થયા હતા. જે અંગે ગાયકવાડ હવેલી પોલીસએ અલગ અલગ બે ગુના નોંધી વિડીયો વાયરલ કરનાર ચાર શખ્સોની ધરપકડ કરી છે. બે યુવકને બંધક બનવામાં આવ્યા છે. થાંભલા સાથે બાંધવામાં આવ્યા છે, ત્યાર બાદ વધુ એક વિડીયોમાં પણ આ જ બે યુવકને માર મારી અધમૂવા કરવામાં આવ્યા છે. ટોળા દ્વારા અપશબ્દ બોલવામાં આવી રહયા છે. આ બંને વિડીયો અમદાવાદના વોટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયામાં બે દિવસ પહેલા ધૂમ વાયરલ થયા હતા.
વિડીયો વાયરલ થતા જ અમદાવાદ પોલીસ સક્રિય થઇ હતી, ત્યારે તપાસ કરતા આ વિડીયો અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગોળલીમડા વિસ્તારના હોવાનું સામે આવ્યું હતું. જે અંગે ગાયકવાડ હવેલી પોલીસે અલગ અલગ બે ફરિયાદ પણ નોંધી છે.જો આ વિડીયોની વાત કરીએ તો બંને યુવકને ગોળલીમડા વિસ્તારના લોકોએ ચોરીના પ્રયાસમાં પકડાયા હતા. સબક શીખડાવા માટે ટોળાએ જ બંધ બનાવી ખુબ જ માર મારીને વિડીયો વાયરલ કર્યો હતો. જો કે ટોળાએ કાયદો હાથમાં લેતા ગાયકવાડ હવેલી પોલીસે ટોળા સામે પણ ફરિયાદ નોંધી છે. બંને શખ્સો સામે ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.
બે ફરિયાદ પૈકી ગાયકવાડ હવેલી પોલીસ ટોળામાંથી ચાર શખ્સોની ધરપકડ કરી છે. જેમાં સોહેબ દુધવાલા, મુસેફ કુરેશી, નાસીર પઠાણ અને મહેબૂબ લીલગરનો સમાવેશ થઇ રહ્યો છે. ત્યારે ચોરીના પ્રયાસના ગુનામાં બંને શખ્સની પોલીસ શોધખોળ કરી રહી છે. ત્યારે પોલીસે અપીલ કરી છે કે આવા બનાવમાં લોકોએ કાયદો હાથમાં ન લેવો જોઈએ. આવી બાબતોમાં પોલીસને જાણ કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે