ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનાવામાં આવી દુંદાળા દેવની અદભૂત મૂર્તિ
સુરતીઓ દુંદાળા દેવ એવા શ્રીજીનો ત્યોહાર હર્ષોઉલ્લાસથી ઉજવતા હોઈ છે. ગણેશોત્સવને થોડા જ દિવસો બાકી છે ત્યારે સમગ્ર દેશમાં ઉજવણીની તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે. તો સુરતીઓ દ્વારા આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી અનોખી રીતે કરવામાં આવશે.
Trending Photos
કિરણસિંહ ગોહિલ/સુરત: સુરતીઓ દુંદાળા દેવ એવા શ્રીજીનો ત્યોહાર હર્ષોઉલ્લાસથી ઉજવતા હોઈ છે. ગણેશોત્સવને થોડા જ દિવસો બાકી છે ત્યારે સમગ્ર દેશમાં ઉજવણીની તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે. તો સુરતીઓ દ્વારા આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી અનોખી રીતે કરવામાં આવશે.
મનુષ્ય જીવનમાંથી વિઘ્ન હરનાર એવા વિઘ્નહર્તા ગણેશજીને જ વિસર્જન વખતે ઘણા વિઘ્નો નડતા હોઈ છે જેનું કારણ છે. પી.ઓ.પી દ્વારા બનાવવામાં આવતી પ્રતિમા જેના કારણે નદીમાં ઘણું પ્રદુષણ ફેલાતું હોઈ છે. એક તરફ સુરતીઓ દ્વારા પર્યાવરણમાં ફેલાતા પ્રદુષણને ડામવા અને તાપી નદીની દુર્દશા પર લગામ કસવા માટીના શ્રીજીની સ્થાપના તરફ વળ્યા છે. તો બીજી તરફ સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના પીપોદરા ગામે આવેલી એક ગૌશાળાના સંચાલકો દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં ગાયના છાણ અને ગૌ મૂત્રમાંથી આકર્ષક શ્રીજીની પ્રતિમા બનાવાઈ છે.
ડાયમંડ નગરી સુરતમાં જોવા મળી મંદીની અસર, 15 હજાર રત્નકલાકાર બન્યા બેરોજગાર
હિન્દૂ સંસ્કૃતિમાં દરેક ત્યોહારોનું એક અલગ મહત્વ હોઈ છે અને ત્યોહારોની શરૂઆત વિઘ્નહર્તા ગણેશોત્સવથી કરવામાં આવે છે. સુરતીઓમાં ગણેશોત્સવની ઉજવણીનો ઉત્સાહ કઈક અલગ જ જોવા મળે છે ત્યારે ગણેશોત્સવની ઉજવણી પણ ધામધૂમથી થાય અને પર્યાવરણની જાળવણી પણ થાય તેવા હેતુથી માંગરોળ તાલુકાના પીપોદરા ગામે આવેલા એલ.બી.ગૌક્રાંતિ સંસ્થાન કે જે સંસ્થા દ્વારા સંખ્યાબંધ ગૌવંશનું જતન કરવામાં આવે છે. આ ગૌશાળા દ્વારા ગૌમય કાસ્ટમાંથી એટલે કે ગાયના છાણ અને ગૌ મુત્રમાંથી 10 ઇંચની 1001 જેટલી શ્રીજીની આકર્ષક પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે.
Patan Crime: રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીના કર્મીઓને લૂંટનાર ગેંગનો પર્દાફાશ
જેને ખરીદનારો દૂર દૂર થી અહીં ખરીદવા માટે આવતા હોય છે અને મૂર્તિકરો દ્વારા ગાયના પવિત્ર છાણ અને ગૌ મૂત્રથી બનવવામાં આવતી શ્રીજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે. ગણેશોત્સવના ત્યોહાર એટલે લોકો દ્વારા ઉત્સાહ અને ઉમંગ થી શ્રીજી સ્થાપના કરી દસ દિવસ સુધી શ્રીજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને તેમાં પણ પવિત્ર ગાયના છાણ અને ગૌમૂત્રથી બનાવવામાં આવેલી પ્રીતિમાની પૂજા અર્ચનાથી વાતાવરણ હજુ પવિત્ર બની જતું હોય છે.
વડોદરા પાસે 31 હેક્ટર જમીનમાં બનશે દેશની ‘પ્રથમ રેલવે યુનિવર્સિટી’: નીતિન પટેલ
આ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી એ પાણી ઝાડના મૂળમાં નાખવામાં આવે તો એ ખાતરનું કામ કરશે. ભાદરવા સુદ ચોથને દિવસે સમગ્ર દેશમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવશે અને ધામધૂમથી ઉત્સાહ પૂર્વક દસ દિવસ બાદ શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે. ત્યારે આવનાર સમયમાં સમગ્ર ભારતમાં આવેલી ગૌશાળા ઓ દ્વારા આવી પદ્ધતિથી શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવે તો ગાયના બચાવને વેગ મળશે અને પર્યાવરણને નુકશાન થતું પણ અટકશે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે